Homeખબરવિધિના બહાને પાખંડી તાંત્રિકે બે બહેનો સાથે શરીર સુખ માણીને ગર્ભવતી બનાવી..

વિધિના બહાને પાખંડી તાંત્રિકે બે બહેનો સાથે શરીર સુખ માણીને ગર્ભવતી બનાવી..

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા માં ધણો ફરક હોય છે પણ આ ફરક અમુક લોકો જાણી શકતા નથી અને પાંખડી તાંત્રિકોના ચક્કરમાં ફસાઈને આર્થિક અને શારીરિક નુકસાન ભોગવતા હોય છે, આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેના વિશે તમે જાણીને ચોંકી જશો, નવસાર નજીક આવેલા ગણદેવીના એક ગામનો કિસ્સો સમાજ માટે લાલબતી સમાન છે.

ગણદેવીના એક ગામમાં ઉત્તર પ્રદેશથી આવીને એક પરિવાર વર્ષોથી વસ્યો છે. ચાહ-નાસ્તાની દુકાન ચલાવતા એક વ્યક્તિના પરિવારમાં પત્ની અને ચાર પુત્રી છે. જે પૈકી બે પુત્રીના લગ્ન થયા છે. તેમાંથી એક પુત્રી, એક સંતાનની માતા છે. પરંતુ સાસરે મનદુ:ખ થયું હોવાથી પીયરમાં જ રહે છે. જ્યારે તેની બીજી બે પુત્રી જે માત્ર ૧૭ વર્ષની છે અને એક ૧૩ વર્ષની નાની પુત્રી છે.

આશરે ત્રણેક મહિના અગાઉ ચીખલી તાલુકાના માણેકપોર ગામે રહેતો અને ચા-નાસ્તાની લારી ચલાવતા આ વ્યક્તિની લારી પર એક સુરેશ નામનો વ્યક્તિ અવારનવાર ચાહ નાસ્તો કરવા આવતો હતો. આથી તેમનો પરિચય થયો હતો. દરમિયાન પરિવારની વાત કરતા ચા-નાસ્તાની લારી ચલાવતા વ્યક્તિએ પોતાની પરણીત પુત્રી પિયરથી સાસરે જતી ન હોવાનું દુઃખ સુરેશ સમક્ષ કહેતા તેણે ચા-નાસ્તાની લારી ચલાવતા ભાઈને કહ્યું કે મારી પાસે એક તાંત્રિક છે, જે તમામ સમસ્યા હલ કરે છે. આથી ચા-નાસ્તાની લારી ચલાવતા ભાઈએ તાંત્રિક વિષ્ણુ મહારાજ ઉર્ફે વિષ્ણુ ચતુર નાઇકને મળવા સુરેશ પટેલ સાથે ગયો હતો.

વિષ્ણુએ તેની વાત સાંભળ્યા બાદ કહ્યું કે ‘તારા ઘરમાં શેતાનનો વાસ છે તે તારી તમામ પુત્રીઓને સાસરે ટકવા નહીં દેશે, આ વાક્યો સાંભળી ચાની લારી ચલાવતો વ્યક્તિ ડરી ગયો તેણે આમાંથી છુટકારો અપાવવા વિનવણી કરતા તાંત્રિક વિષ્ણુએ તેને કહ્યું કે આના માટે મારે અહીં તાંત્રિક વિધિ કરવી પડશે. જે માટે ૫૦ હજાર રૂપિયાનો ખર્ચ આવશે. અને તારી પુત્રીએ એકલા અહીંયા રહીને વિધિમાં ભાગ લેવો પડશે.

આથી ચાની લારી ચલાવતા વ્યક્તિએ વિચાર્યા વિના ઘરે જઇ વિષ્ણુના બેંક ખાતામાં ૪૯૫૦૦ રૂપિયા નાંખી દઇ પોતાની પરિણિત પુત્રીને નંદુરબારના લાખાપોર ગામે વિષ્ણુની પાસે વિધિ માટે મુકી આવ્યો હતો. અજાણી જગ્યા અજાણ્યા માણસો અને ભયભીત કરતા તંત્ર મંત્રના દેખાડાથી ડરી ગયેલી યુવતીને વિષ્ણુએ વારંવાર પીંખી નાંખી હતી.

ત્યારબાદ તે યુવતીને લેવા તેના પિતા વિષ્ણુ પાસે ગયા હતા ત્યારે વિષ્ણુએ તેને હજી વિધિ અધુરી છે તેને પુરી કરવા આ યુવતીને ફરીથી લઇ આવવાની સુચના આપી રવાના કર્યો હતો. શરમ અને ડરના લીધે યુવતીએ પોતાની સાથે થયેલી બળાત્કારની વાત કોઇને કહી નહતી. પરંતુ બીજી વખત વિધિ માટે જવાનો તેણે સાફ ઇન્કાર કરી દીધો હતો.

તેની જાણ થતાં હવસખોર વિષ્ણુએ નવો દાવ અજમાવતા ચાની લારીવાળાને કહ્યું કે, જો વિધિ અધુરી રહેશે તો પરિવાર માટે ઘાતક બનશે. તેને પુરી કરવી જ પડશે. મોટી દિકરીની જગ્યાએ તમે તેની નાની બેન પાસે પણ વિધિ પુરી કરાવી શકો છો. વિના વિચાર્યે ચાની લારીવાળાએ પોતાની ત્રીજી પુત્રીને વિધિ પુરી કરાવવા મોકલાવી હતી. ત્યાં તરૂણ વયની ગભરૂ બાળકીને પણ વિધિના બહાને નરાધમ વિષ્ણુએ વારંવાર પીંખી હતી. ત્યારબાદ પ્રેમનો ઝાંસો આપી લગ્નની લાલચ આપી કોઇને વાત નહીં કરવા જણાવ્યું હતું.

દરમિયાન આ તરૂણ વયની બાળકી અને તેની મોટી બેન બંને ગર્ભવતી હોવાનું જ્યારે બહાર આવ્યું ત્યારે ચાની લારી ચલાવતો વ્યક્તિ અને તેનો પરિવાર સમસમી ઉઠયો હતો. પોતાની મોટી અને નાની દિકરીનીએ પોતાની વિતકકથા જણાવતા રોષે ભરાયેલા ચાની લારીવાળાએ પોલીસ ફરિયાદ કરી હતી. પણ તરૂણ વયની દિકરીએ વિષ્ણુને આ વાત જણાવતા તેણે નવસારીના એક વ્યક્તિને મોકલાવી રીમાને તેની બાઇક પર સોનગઢ ચેકપોસ્ટ પર બોલાવી ત્યાંથી સુરેશ રામસેવક પટેલ રીમાને કારમાં નંદુરબારના લાખાપુર લઇ ગયો હતો. આ બાબતે ચાની લારીવાળાએ ગણદેવી પોલીસમાં ફરિયાદ આપતા પીએસઆઇ પરાક્રમસિંહ કાછવાહાએ લાખાપોર ધસી જઇ તરૂણ વયની દીકરીને છોડાવી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી જેલભેગો કર્યો હતા.

નરાધમ તાંત્રિકે મહાદેવનો વેશ ધારણ કરી દુષ્કર્મ આચર્યુ હતુ, સત્તર વર્ષીય તરૂણીને પોતાની પ્રેમજાળમાં ફસાવવા હવસખોર તાંત્રિક વિષ્ણુ નાઇકે ગેમ પ્લાન રચ્યો હતો. નાદાન તરૂણીને તેણે વિશ્વાસમાં લેવા જણાવ્યું કે તારા પપ્પા ઘર માટે કેટલી મહેનત કરે છે, તમારે ઘર પર શેતાનની છાયા દૂર કરવા એક વિધિ છે. જેમાં તારે દેવી પાર્વતી અને મારે મહાદેવ શંકરજી બનીને લગ્ન કરવાના છે ને પછી શેતાનને ભગાડવાનો છે. તરૂણ વયની એ દિકરી તેની વાતોમાં આવી જતાં તેણે એ દીકરીને નવવધુનો શણગાર સજાવ્યો હતો.

અને પોતે મહાદેવનું રૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ બનાવટી લગ્ન કર્યા હતા અને હવે આપણે પતિ પત્ની છીએ એટલે સુહાગરાત કરીએ એમ કહીને તરૂણ વયની એ દીકરી પર બળાત્કાર કર્યો હતો. ત્યાર બાદ એ તરૂણ વયની દીકરી તેના પ્રેમની જાળમાં ફસાઇ જઈ વારંવાર દુષ્કર્મનો ભોગ બની હતી. જેમાં ૧૭ વર્ષની તરૂણી હાલમાં અઢી માસની ગર્ભવતી બની ગઈ છે. હવસખોર વિષ્ણુ નાઇક સામે બાળકોની જાતિય સતામણીનો કાયદો પોસ્કો પણ લગાડવામાં આવ્યો છે.

આ કપટી તાંત્રિકે અત્યાર સુધીમાં કેટલીય યુવતીઓની જિંદગી બગાડી હશે ? આજના ડિઝિટલ યુગમાં પણ અંધશ્રધ્ધા અને તાંત્રિક વિધિના જાળમાં ફસાયેલો સમાજ પોતાનું સર્વસ્વ ગુમાવે છે. તેનો જીવતો જાગતો દાખલો આ કિસ્સો છે. હવસખોરો મંત્ર તંત્રની જાળમાં ભલા ભોળા લોકોને ફસાવી તેમની આબરૂ સાથે ગંદી રમત રમી રહ્યા છે. આંખો હોવા છતા અંધશ્રદ્ધામાં અંધ બનેલા લારીવાળાએ પોતાની બંને પુત્રીઓની ઇજ્જત ગુમાવવાનો વારો આવ્યો છે.

હવસખોર વિષ્ણુએ ચા-નાસ્તાની લારી ચલાવતા એ વ્યક્તિનો વિશ્વાસ સંપાદન કરવા માટે તેને અને મોટી પુત્રીને લાખાપોર ગામે પોતે રૂપિયાનો વરસાદ પાડતો હોવાનો દેખાવ મોબાઇલ ફોનમાં બતાવ્યો હતો, જેમાં તે તમામ તાંત્રિકવિધિ કરી દરેકની સમસ્યા હલ કરતો હોવાનું જણાવ્યું હતું. આ હવસખોર તાંત્રિકે અડધો ડઝનથી વધુ યુવતીઓની જીંદગી સાથે રમત રમી હોવાનું કહેવાય છે. આ મુદ્દે પોલીસ ઉંડી તપાસ કરે તો આ નૌટંકીબાજ તાંત્રિકના ઘણા કૌભાંડો બહાર આવવાની શક્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments