મહેરબાની યાત્રી ગણ ધ્યાન આપે ગાડી નંબર ૧૨૩૪૫ પ્લેટ ફોર્મ નંબર પર આવે છે જે ચંદીગઢ થઈને દિલ્હી જઇ રહી છે. રેલવે સ્ટેશન પર તમે આ પ્રકારનો અવાજ સાંભળ્યો જ હશે. વળી તમે ટ્રેન અને પ્લેટફોર્મ પર ઘણા પ્રકારના ચિન્હો જોયા હશે. આમાંના ઘણા ચિહ્નો એકદમ સામાન્ય છે જે ઓળખવા માટે સરળ છે. પરંતુ ટ્રેનમા છેલ્લા ડબ્બાની પાછલ દોરેલ ચિન્હ એક્સ (x)વિશે બહુ ઓછા લોકો જાણે છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ચિહ્ન શા માટે છે અને તેનો અર્થ શું છે તો ચાલો તમને તેના વિશે જણાવીએ. ખરેખર આ એક્સ (x)સાઇનનો અર્થ થાય છે છેલ્લો ડબ્બો. જે ડબ્બા પાછળ આ નિશાન બનાવવામા આવે છે તે સૂચવે છે કે તે ટ્રેનનો છેલ્લો ડબ્બો છે પરંતુ જો ટ્રેનમા આવુ ન હોય તો તેનો અર્થ એ છે કે ટ્રેન કટોકટીની સ્થિતિમા છે.
ભારતીય રેલ્વે દ્વારા બનાવાયેલા ઘણા નિયમોમા માનો એક નિયમ છે. ભારતીય ટ્રેનોમા નિશાન પીળુ કે સફેદ રંગનુ હોય છે. વળી ટ્રેનના છેલ્લા ડબ્બામા રેડ લાઇટ પણ લગાવવામા આવીલ હોય છે. તે ઘણી રીતે કાર્ય કરે છે. જેમ કે પાછળ આવતી ટ્રેનોને કહે છે કે ટ્રેન આગળ જઇ રહી છે.
ખરાબ હવામાન વખતે કામમા આવે છે અને રેલ્વે ટ્રેક પર કામ કરતા કર્મચારીઓને કહે છે કે ટ્રેન કામ કરવાની જગ્યા ઉપરથી ચાલી ગઈ છે. ટ્રેનમા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે જેના કારણે સુરક્ષાની દ્રષ્ટિએ અનેક પ્રકારના કામ કરવામા આવ્યા છે જેમા આ એક પણ છે.