હેલમેટ ન પહેરવા પર ટ્રક ચાલકને ફટકાર્યો આટલા રૂપિયાનો દંડ, મામલો જાણીને દંગ રહી જશો

456

હેલમેટ ન પહેરવા પર ચલણ તો સામાન્ય રીતે મોટરસાઈકલ ચલાવનારાને કાપવામાં આવે છે, પરંતુ શું ક્યારે તમે એવું સાંભળ્યું છે કે કોઈ ટ્રક ડ્રાઈવરે હેલમેટ ન પહેવા પર ચલણ કાપ્યું હોય? નહી ને પરંતુ ઓડિશાના ગંજમમાં કઈક આવું જ જોવા મળ્યું છે. અહીં એક ટ્રક ચાલકને હેલમેટ નહીં પહેરવા પર 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે ટ્રક ચલાવવા માટે હેલમેટની જરૂર જ નથી હોતી. આ ચલણ ગત વર્ષ 24 ડિસેમ્બરના રોજ જારી કરવામાં આવ્યું હતું. આ અજીબ-ગરીબ ચલણ વિશે ટ્રક ચાલકને ત્યારે ખબર પડી, જ્યારે તે પોતાના વાહનની પરમિટને રિન્યૂ (નવીનીકરણ) કરાવવા માટે પરિવહન વિભાગ ઓફિસ ગયા હતાં.

મીડિયા રિપોર્ટ અનુસાર, ટ્રક ડ્રાઈવરે જણાવ્યું કે મારા ટ્રકનું પરમિટ એક્સપાયર થઈ ગયું હતું એટલા માટે મારૂ વાહન પરમિટ ફી જમા કરાવવા માટે આરટીઓ કાર્યલય ગયો, પરંતુ તેણે મને જણાવ્યું કે મારા નામ પર પહેલાથી ત્રણ દંડ ફટકાવામાં આવ્યો છે. મે તે રકમ ચુકવી આપી અને ચલણ લઈ લીધું. પછી જ્યારે મે ચલણ જોયું તો તેમાં હેલમેટ નહી પહેરવા માટે દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ પરિવહન વિભાગની એક મોટી બેદરકારી છે, જેની હાલાકી ટ્રક ચાલકે વેઠવી પડી. તેમજ, વાહન માલિકની ઓળખ ગંજમમાં જી જગન્નાથપુરના પ્રમોદ કુમાર સ્વૈન તરીકે કરવામાં આવી છે.

Odisha: A truck driver has been fined Rs 1,000 for driving the vehicle without wearing a helmet in Ganjam district. pic.twitter.com/wZOAzCmIgN

— ANI (@ANI) March 18, 2021

Previous articleઅત્યંત ખતરનાક છે તમારો સ્માર્ટફોન, આ ભયંકર બીમારીઓને આપે છે આમંત્રણ
Next articleકળિયુગમાં પહેલીવાર હનુમાનજીની કૃપા દ્રષ્ટિ રહેવાથી આ 3 રાશિના લોકોનો થશે બેડો પાર