પૌરાણિક કથાઓમા તુલસી વિશે ઘણુ કહેવામા આવ્યુ છે. હિન્દુ ધર્મમા આ છોડનુ ખૂબ મહત્વ છે. ધાર્મિક રૂપે મહત્વપૂર્ણ હોવા સાથે તુલસી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી છે. આ છોડ લગભગ દરેકના ઘરે જોવા મળે છે. એવુ પણ કહેવામા આવે છે કે તુલસીનો છોડ માત્ર જોવાથી વ્યક્તિને ઘણા ફાયદા થાય છે. તેની પૂજા કરવાથી વ્યક્તિને મૃત્યુ પછી મોક્ષ મળે છે. પૂજાથી શ્રાદ્ધ કર્મ સુધી દરેક જગ્યાએ તુલસીની આવશ્યકતા રહેલી છે.
હવે આગળથી તુલીસીના પાંદડાને તોડીએ ત્યારે આ મંત્રનો જાપ કરવાનુ ભૂલશો નહી. આજે અમે તમને એવા જ ત્રણ મંત્રો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમે તુલસીના પાન તોડતી વખતે બોલો જેનાથી ઘરમા સુખ અને સમૃદ્ધિ આવે છે.
૧) પહેલો મંત્ર :- ॐ सुभद्राय नमः
૨) બીજો મંત્ર :- ॐ सुप्रभाय नमः
૩) ત્રીજો મંત્ર :- मातस्तुलसि गोविन्द हृदयानन्द कारिणी।
नारायणस्य पूजार्थं चिनोमि त्वां नमोस्तुते।।
આ સાથે બીજો એક મંત્ર છે કે જ્યારે તુલસીના છોડ પર પાણીનો અભિષેક કરો ત્યારે તે બમણુ પરિણામ આપે છે.
महाप्रसाद जननी, सर्व सौभाग्यवर्धिनी।.
आधि व्याधि हरा नित्यं, तुलसी त्वं नमोस्तुते।।
આનાથી જીવન અને ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે સાથે જીવનમા સુખ, સમૃદ્ધિ અને વૈભવને સ્થાન આપે છે. આ નાના પગલાંને અનુસરીને આપણે જીવનની મુશ્કેલીઓ દૂર કરી શકીએ છીએ અને આનાથી મનમા શાંતિ મળે છે.