Homeહેલ્થઔષધીય ગુણધર્મોથી ભરપુર તુલસીના પાન ઘણા રોગો માટે છે ફાયદાકારક.

ઔષધીય ગુણધર્મોથી ભરપુર તુલસીના પાન ઘણા રોગો માટે છે ફાયદાકારક.

તુલસીના ગુણો વિશે દરેક લોકો જાણતા જ હશે. આયુર્વેદમાં પણ, તુલસીને ઔષધીય ગુણધર્મોથી ભરપૂર છોડ માનવામાં આવે છે. તુલસીનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં પણ કરવામાં આવે છે. તુલસી ઘણા રોગો માટે ફાયદાકાર છે. તેથી, આયુર્વેદમાં તુલસીને વિશેષ મહત્વ આપવામાં આવે છે. પહેલાના સમયમાં, જ્યારે કોઈ બીમાર પડે તો તુલસીનો ઉપયોગ કરવામાં આવતો હતો છે. તુલસીમાં એન્ટીઓકિસડન્ટ ગુણ હોય છે, જે બદલાતા હવામાનથી થતા રોગો સામે રક્ષણ આપે છે. ચાલો જાણીએ તુલસીના ઉપયોગ અને ફાયદા વિષે…

તુલસીના પાનમાં એવા ગુણધર્મો હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તુલસી આપણા શરીરને રોગો સામે લડવામાં સક્ષમ બનાવે છે. દરરોજ સવારે તુલસીના એક કે બે પાન ખાવાથી તમને બદલાતી ઋતુમાં થતી બીમારીઓ થતી નથી.

તુલસીના પાન મોઢામાં આવતી દુર્ગંધને દૂર કરે છે. દરરોજ થોડા તુલસીના પાન મોંઢામાં ચૂસવાથી દુર્ગંધ દૂર થાય છે, પરંતુ તુસલીના પાન દાંતથી ચાવવા ન જોઈએ.

તુલસી શરદી અને ઉધરસ સાથે તાવ માટે પણ ફાયદાકારક છે. તુલસીના પાન, કાળા મરી અને ખાંડને પાણીમાં ઉકાળીને એક ઉકાળો બનાવો, આ ઉકાળો પીવાથી તાવમાં રાહત મળે છે. તુલસીના પાનને પાણીમાં ઉકાળીને તેની વરાળ લેવાથી શરદીમાં રાહત મળે છે .

પેટ સંબંધિત સમસ્યાઓમાં પણ તુલસી ફાયદાકારક છે. પેટમાં ગડબડ થતી હોય તુલસીના પાન અને જીરુંને પીસી લો અને આ મિશ્રણ દિવસમાં ત્રણથી ચાર વાર ખાઓ. તેનાથી ઝાડાની સમસ્યામાં પણ રાહત મળે છે.

જો તમને કામ કરતી વખતે કંઈ વાગી જાય અથવા તો દુખાવો થતો હોય, તો તુલસીના પાન અને ફટડીનું મિશ્રણ કરી વાગેલા ઘા પર લગાવવાથી ઘા ઝડપથી મટી જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments