જાણો તુલસીની માળા પહેરવાના ફાયદાઓ, જેનાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને માનસિક તણાવથી મળે છે છુટકારો…

863

સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ આદરણીય માનવામાં આવે છે. તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય હોવાને કારણે તેને હરિવલ્લભ તરીકે પણ ઓળખવામાં આવે છે. તુલસીનો ઉપયોગ ભગવાન વિષ્ણુના ભોગમાં વિશેષરૂપે થાય છે. તુલસીનું માત્ર ધાર્મિક મહત્વ જ નથી, પરંતુ તેનું આયુર્વેદિક મહત્વ પણ છે. તુલસીનો ઉપયોગ ઘણી દવાઓ બનાવવા માટે થાય છે. 

ઠંડા અને મોસમી વાતાવરણના કારણે થતા રોગોમાંથી છુટકારો મેળવવા માટે તુલસીના પાનનો ઉકાળો ખુબ જ ફાયદાકારક છે. હિન્દુ ધર્મમાં તુલસીના પારાની માળા પહેરવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, તુલસીની માળા પહેરવાથી ઘણા આરોગ્ય લાભ થાય છે. તુલસીની માળા ધાર્મિક મહત્વની સાથે વૈજ્ઞાનિક મહત્વ ધરાવે છે. તો ચાલો આપણે જાણીએ તુલસીની માળા પહેરવાથી ક્યાં ફાયદાઓ થાય છે…

ગળામાં તુલસીનો માળા પહેરવાથી મન અને આત્મા બંનેમાં શુદ્ધતા આવે છે. તેનાથી મનુષ્યની આધ્યાત્મિક પ્રગતિ થાય છે. તુલસીની માળા પહેરવાથી પ્રતિષ્ઠા અને સન્માન પ્રાપ્ત થાય છે. મનમાં સકારાત્મકતાનો વિકાસ થાય છે. તુલસીની માળા પહેરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. દરરોજ તુલસીના પાન ખાવાથી શરીર નિરોગી રહે છે.

એક સંશોધન પરથી જાણવા મળ્યું છે કે, મગજ અને શરીરનું સંતુલન જાળવવામાં તુલસીની માળા ખૂબ અસરકારક છે. તુલસીની માળા પહેરવાથી આપણા શરીરના કેટલાક મહત્વપૂર્ણ એક્યુપ્રેશર પોઇન્ટ્સ પર દબાણ આવે છે, જે માનસિક તણાવથી રાહત આપવામાં મદદ કરે છે. તુલસીના પાનમાં એક વિશેષ પ્રકારનું પ્રવાહી હોય છે જે માનસિક તણાવને દૂર કરે છે. જેના કારણે તમારું માનસિક સ્વાસ્થ્ય સારું છે. 

તુલસીની માળા પહેરવાથી શરીરમાં ઉર્જા શક્તિ વધે છે. તુલસીની માળા પહેરવાથી આપણા શરીરમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. તુલસીની માળા શરીર સાથે સંપર્કમાં આવેલી હોવાને કારણે કફ અને વાત દોષથી પણ રાહત મળે છે.

Previous articleમીઠાઈ બનાવવા માટે વપરાતો માવો અસલી છે કે નકલી તે જાણો આ ખુબજ સરળ પદ્ધતિથી.
Next articleજાણો શિયાળામાં મૂળા ખાવાના આ 5 જબરદસ્ત ફાયદા વિષે, જે આપણા પેટ સંબંધી તમામ સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.