શું તૂટેલા દાંતથી ભગવાન ગણેશનું નામ ‘એકદંત’ પડ્યું હતું, જાણો તેનું સાચું રહસ્ય…

ધાર્મિક

કોઈપણ પૂજા કાર્યમાં સૌ પ્રથમ ગણપતિની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશને ગજાનન, વક્રતુંડ, વિઘ્નહર્તા, એકાદંત સિવાય અનેક નામોથી બોલાવવામાં આવે છે. તો ચાલો આપણે જાણીએ કે ગણપતિનું એકાદંત નામ કેવી રીતે પાડવામાં આવ્યું.

ભગવાન ગણેશમાં જ્ઞાન, બુદ્ધિ, નમ્રતા, અને વિવેકના ગુણો સૌથી વધારે છે. તેમણે જ મહાભારતને લીપીબદ્ધ કર્યું હતું. ગણેશ ચતુર્થીએ ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ગણેશજીની પૂજા કરવાથી પ્રેરણા મળે છે. ભગવાન પરશુરામના પ્રહારથી ગણપતિનું નામ એકદંત પડ્યું. એકવાર શિવજીને તેના પરમ ભક્ત પરશુરામ મળવા આવ્યા. તે સમયે ભગવાન શિવ ધ્યાનમાં બેઠા હતા. તેથી ગણેશજીએ પરશુરામને મળવા જવાની ના પાડી. પરશુરામે ગણેશજીને કહ્યું કે હું શિવજીને મળ્યા વિના જઈશ નહીં.

ગણેશજી પણ વિનમ્રતાથી તેમની બોલવા લાગ્યા. તેથી પરશુરામને ક્રોધ આવ્યો અને તેણે ગણેશજીને યુદ્ધ કરવાનું કહ્યું. આમ ગણેશજીને તેની સાથે યુદ્ધ લડવું પડ્યું. ગણેશજી અને પરશુરામ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. પરશુરામના દરેક પ્રહારને ગણેશજીએ નિષ્ફ્ળ કર્યા. આખરે, પરશુરામે ગુસ્સે થઈને શિવ પાસેથી મળેલા પરશુનો ઉપયોગ કર્યો. ગણેશજીએ પિતા શિવ પાસેથી પરશુરામને મળેલા પરશુનો આદર કર્યો.

પરશુના પ્રહારથી ગણેશજીનો એક દાંત તૂટી ગયો. પીડાના કારણે અવાજ કરી રહ્યા હતા. પુત્રની વેદના સાંભળી માતા પાર્વતી આવ્યા અને ગણેશને આ સ્થિતિમાં જોઈ પરશુરામ પર ગુસ્સે થઈને દુર્ગાનું રૂપ કર્યું . આ જોઈ પરશુરામ સમજી ગયા કે તેણે એક મોટી ભૂલ કરી છે. પરશુરામે માતા પાર્વતી પાસે માફી માંગી અને એકાદંતની નમ્રતાની પ્રશંસા કરી. પરશુરામે ગણેશજીને તેનું બધું તેજ, શક્તિ, કુશળતા અને જ્ઞાન આશીર્વાદ સ્વરૂપે આપ્યું.

આ રીતે, ગણેશનું જ્ઞાન વિષ્ણુના અવતાર ગુરુ પરશુરામના આશીર્વાદથી ખુબ જ વધારે થઈ ગયું. તેમણે આ તૂટેલા દાંતથી મહર્ષિ વેદવ્યાસની મહાભારત કથા પણ લખી. ચોથના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.

દેવતાઓમાંના પ્રથમ પૂજ્ય ગણેશજીને આદિશક્તિ પાર્વતી, આદિશ્વર ભોળાનાથ અને જગતપાલનહાર શ્રીહરિ વિષ્ણુની કૃપાથી અનોખુ  એકદંત સ્વરૂપ પ્રાપ્ત થયું. આ સ્વરૂપથી ગણેશજી બધા લોકમાં આદરણીય અને પુજનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *