ટૂથપેસ્ટની ટ્યુબ પર કેમ બનેલી હોય છે અલગ-અલગ રંગની પટ્ટીઓ? જાણો, શું છે તેનો મતલબ…

જાણવા જેવું

આપણે દરરોજ ટૂથપેસ્ટનો ઉપયોગ તો કરીએ જ છીએ, પરંતુ તેના વિષે એવી ઘણી માહિતી છે જેના વિશે આપણે જાણતા જ નથી. જો તમે ટૂથપેસ્ટની ટ્યુબ પર ધ્યાન આપ્યું હોય, તો તેના પર વિવિધ રંગની પટ્ટીઓ હોય છે. લાલ, લીલો, કાળો અને વાદળી રંગની બનેલી આ પટ્ટીઓનું મતલબ ભાગ્યે જ કોઈ જાણતું હશો. તો ચાલો તમને તેના વિશે જણાવીએ.

સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવે છે કે, ટૂથપેસ્ટની ટ્યુબ પર વાદળી પટ્ટીનો અર્થ છે ‘દવા યુક્ત ટૂથપેસ્ટ’. લીલી પટ્ટીનો મતલબ એ હોય છે કે તે સંપૂર્ણપણે નેચરલ છે. લાલ પટ્ટીનો અર્થ તે ટૂથપેસ્ટ નેચરલ અને કેમિકલ યુક્ત હોય છે અને કાળા પટ્ટીનો મતલબ એ થાય છે કે તે સંપૂર્ણપણે કેમિકલ યુક્ત હોય. 

એવું પણ કહેવામાં એ છે કે, કાળા રંગની પટ્ટીવાળી ટૂથપેસ્ટમાં વધુ કેમિકલ હોય છે, તેથી તેનો ઉપયોગ ન કરવો જોઇએ. એ જ રીતે લાલ રંગની પટ્ટીવાળી ટૂથપેસ્ટમાં પણ કેમિકલ યુક્ત તત્વો હોય છે, પરંતુ તેમાં કાળા રંગની ટૂથપેસ્ટ કરતા ઓછું કેમિકલ હોય છે. ડોકટરો પણ ફક્ત વાદળી અને લીલી પટ્ટીવાળી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે.

સાયન્ટિફિક અમેરિકન નામની વેબસાઇટ અનુસાર દુનિયાની દરેક વસ્તુ તકનીકી રૂપે એક કેમિકલ છે. બધી નેચરલ (પ્રાકૃતિક) વસ્તુઓમાં પણ એક પ્રકારનું કેમિકલ હોય છે. આવી સ્થિતિમાં, રાસાયણિક અથવા બિન-રાસાયણિક ઉત્પાદનોનો કોઈ પ્રશ્ન જ નથી.

ખરેખર, ટૂથપેસ્ટની પેસ્ટ પર બનેલી વિવિધ રંગીન પટ્ટીઓ લોકો માટે અર્થહીન છે. મૂળભૂત રીતે, તે કલર ટ્યુબ બનાવવાનાં મશીનોમાં સ્થાપિત લાઇટ સેન્સરને એ સંકેત આપે છે કે, ટ્યુબ કયા પ્રકારની અને ક્યાં આકારની બનાવવાની છે. અને ફક્ત લાઈટ સેન્સર જ સમજી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *