Homeજાણવા જેવુંતમે કોઈ દિવસ વિચાર્યું છે કે આ વાહનોના ટાયર નો રંગ કાળો...

તમે કોઈ દિવસ વિચાર્યું છે કે આ વાહનોના ટાયર નો રંગ કાળો કેમ હોય છે? તો જાણો આજે.

આ વાતથી કોઈ ઇનકાર કરતુ નથી કે માનવનુ જીવન સરળ હોય છે. તમે એ વાતથી પણ વાફેક હશો કે માણસોએ પોતાનુ જીવન સરળ બનાવ્યુ છે. તકનીકીની મદદથી આજે આપણે આવી સરળ જીંદગી જીવીએ છીએ. ઉદાહરણ તરીકે કાર, બાઇક અથવા કોઈપણ વાહન જોઈ લો. જો આપણી જિંદગીમા આ બધી ચીજો ન હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનુ કેટલુ મુશ્કેલ હોત. તમે તમારા જીવનમા ટાયર જોયા હશે, પછી ભલે તે સાયકલના હોય.

કુદરતી રબરનો રંગ ગ્રે કલરનો હોય છે તો પછી ટાયરનો રંગ કાળો કેવી રીતે છે? ક્યારેક તમારા મનમા આવા સવાલ ઉભા થયા હશે. વલ્કેનાઇઝેશન નામની પ્રક્રિયમાં ગ્રે રંગના ગ્રે ને કાળુ પાડવામા આવે છે. ટાયર બનાવવા માટે તેમા કાર્બન બ્લેક ઉમેરવામા આવે છે જેથી રબર ઝડપથી ઘસાય ન જાય.

આવી સ્થિતિમા જો ટાયરમા સમાન્ય રબરનો ઉપયોગ કરવામા આવે તો તે ઝડપથી ઘસાય જશે અને લાંબા સમય સુધી ચાલશે નહી. તેથી તેમા બ્લેક કાર્બન અને સલ્ફર ઉમેરવામા આવે છે જેથી તે સહેજ કઠણ થઈ શકે અને લાંબા સમય સુધી ટકી શકે.

આ તર્ક દ્વારા તમારે સાબિત કરી લેવુ જોઈએ કે ટાયરનુ કદ કોઈ પણ સાઈઝનુ અને વાહન ગમે તે હોય પણ ટાયરના રંગમા કોઈ ફરક હોતો નથી. આ સંયોગ નથી પરંતુ ટાયર બનાવતી વખતે વપરાયેલી તકનીકને કારણે છે. રંગીન ટાયરની જગ્યાએ કાળા રંગના બનાવાનો સીધો મતલબ તેની ઉમર સાથે જોડાયેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments