Homeરસોઈઘરે બનાવો જૈન સુરતી હરિયાલી ઊંધિયું, સ્વાદ એવો કે જીભને ભરી લેશો...

ઘરે બનાવો જૈન સુરતી હરિયાલી ઊંધિયું, સ્વાદ એવો કે જીભને ભરી લેશો બટકું..

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે .અને સાથે સાથે શિયાળુ પાક તથા વસાણા યુક્ત અડદિયો, આની સાથે સાથે ડ્રાઈફ્રુટ તથા વિટામિન્સ યુક્ત લીલા શાકભાજીની શરૂઆત થઈ ગઈ છે. લીલા શાકભાજી ખાવાની મજા તો સુરતી ઊંધિયા મા જ આવે .તો ચાલો આજે જૈન હરિયાલી સુરતી ઉંધીયુ બનાવીએ, જે દેખાવમાં તથા સ્વાદમાં સરસ લાગે છે.

સામગ્રી:-

250 ગ્રામ સુરતી પાપડી

250 ગામ તુવેરના દાણા

250 ગ્રામ ગ્રીન વટાણા

250. ગામ ગ્રીન ચણા

100 ગ્રામ વાલોડ

100 ગ્રામ ટીંડોરા

100ગ્રામ તુરીયા

200 ગ્રામ ગ્રીન કાકડી

બે નંગ કાચા કેળા

બે નંગ પાકા કેળા

એક કપ મેથીની ભાજી સમારેલી

બે કપ કોથમીર સમારેલી

૫ થી ૬ લીલા મરચાની પેસ્ટ

એક ચમચી સૂંઠ ની પેસ્ટ

મુઠીયા માટે:-

અડધી વાટકી ઘઉંનો કરકરો લોટ

1 ચમચો ચણાનો લોટ

1 ચમચો રવો

અડધી ચમચી લાલ મરચું

અડધી ચમચી ધાણાજીરૂ

પા ચમચી હળદર

પા ચમચી ગરમ મસાલો

એક ચમચી સાકર

બે ચમચી લીંબુનો રસ

૩ ચમચી તેલ મોણ માટે

પ્રમાણસર મીઠું.

ઊંધિયા નો ગ્રીન મસાલો:-

દોઢ કપ કોથમીર

અડધો કપ ધાણાજીરુ

અડધો કપ નાળિયેરનું ખમણ

બે ચમચા સીંગનો ભૂકો

1 ચમચો તલ

બેથી ત્રણ ચમચા સાકર

૧ ચમચી ગરમ મસાલો

એક ચમચી શેકેલું જીરું

પ્રમાણસર મીઠું.

રીત:-

પહેલા બધા શાકભાજી ના દાણા કાઢી લેવા અને પછી તેને ધોઈ લેવા અને કુકરમાં સુરતી પાપડી તુવેરના દાણા ચણાના દાણા વટાણા અને વાલોડ વીણીને કુકરમાં એક ગ્લાસ પાણી નાખીને મીઠું એડ કરીને પા ચમચી ઈનો નાખીને કુકરની બે વિશલ કરીને ગેસ બંધ કરી દેવો અને તરત જ વરાળ કાઢી ને કુકર ખોલી લેવું જેથી દાણા નો કલર ગ્રીન રહેશે અને પાપડી વાલોળ ગ્રીન રહેશે.

બીજા શાકભાજી એટલે કે ટીંડોરા ના બે પીસ કરવા તથા તુરિયાના મોટા ટુકડા કરવા કાકડી ના મોટા ટુકડા કરવા અને કાચા કેળાના પણ મોટા ટુકડા કરવા અને ગેસ ઉપર એક પેનમાં તેને ફ્રાય કરી લેવા તેનો કલર બદલાવવો નહીં જોઈએ એટલે કે થોડા ફ્રાય કરવા અને પછી પ્લેટમાં કાઢી લેવા.

ઊંધિયાના મુઠીયા:-

ચણાનો લોટ ઘઉંનો લોટ રવો લઈને તેમાં મેથીની ભાજીને સમારીને ધોઈ ને એડ કરવી તેમાં હળદર ધાણાજીરું મરચું મીઠું સાકર તથા તેલનું મોણ એડ કરી થોડો છુટ્ટો લોટ રાખવો અને બધું બરાબર મિક્સ કરસ કરતા જવું અને મુઠીયા વાળવા અને ગેસ ઉપર તેલમા લો તાપે તળી લેવા.

ગેસ ને ચાલુ કરીને પેનમાં દસથી બાર ચમચા જેટલું તેલ મૂકો અને તેમાં બાફેલા દાણા એડ કરો આપણે એડ કરો પાપડી વાલોળ એડ કરો અને બરાબર હલાવો અને પછી તેમાં ફ્રાય કરેલા ટીંડોરા તુરીયા કાકડી એડ કરો અને તે મિક્સ કરી તેમાં મીઠું તથા ધાણાજીરૂ એડ કરી હલાવી અને તે ઊંધિયા નુ ગ્રીન મસાલાનુ એક લેયર ઉપર કરવું પછી તેમાં જરૂર મુજબ અડધાથી એક ગ્લાસ પાણી એડ કરવું પછી બરાબર ગરમ થાય અને ઉકળવા લાગે ત્યારે તેમા કાચા કેળા અને મુઠીયા છુટ્ટા મૂકી દેવા.

અને ફરિવાર ઉપર એક લેયર ગ્રીન મસાલાનું કરવું અને પાંચ મિનિટ ઢાંકી રાખવું અને પછી ખોલીને બધું હલાવી મિકસ કરવું અને પાછું એક ગ્રીન મસાલાનું લેયર કરીને તેના ઉપર પાકા કેળા ભરેલા તથા ટમેટા ના પીસ મુકવા. અને ઉપર ફરીવાર મસાલો પાથરી સ્લો ગેસ ઉપર પાંચ મીનીટ રાખી પછી ગેસ બંધ કરી લેવો.

અને પછી ધ્યાન રાખીને બધું ઊંધિયું હલાવી લેવું મુઠીયા અને કેળા ભાંગી ન જાય એનું ધ્યાન રાખવુ અને પછી ઉપર કોથમીર અને કોપરાનાં ખમણ થી ગાર્નિશ કરીને સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરવું, તો આપણું જૈન હરિયાલી સુરતી ઉંધિયુ તૈયાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments