ઉજ્જૈનનું મંગળનાથ મંદિર સદીઓ જૂનું છે. આ મંદિરનું નિર્માણ સિંધિયા રાજધરાએ કરાવ્યું હતું. અહીં કરવામાં આવતી મંગળનાથની પૂજાનું વિશેષ મહત્વ છે. અહીં ભક્તો દ્વારા મંગળનાથની શિવના મહાકાલ રૂપમાં પૂજા કરવામાં આવે છે.
ઉજ્જૈન એક અત્યંત પ્રાચીન શહેર છે. આ શહેર રાજા વિક્રમાદિત્યનાં રાજ્યની રાજધાની હતી. આ શહેરને ‘કાલિદાસની નગરી’નાં નામે પણ ઓળખવામાં આવે છે. અહીં દર 12 વર્ષે કુંભ મેળો યોજાય છે. ભગવાન શિવનાં 12 જ્યોતિર્લિંગોમાંથી એક ‘મહાકાલ’ જ્યોતિર્લીંગ મંગળનાથ મંદિરના આવેલ છે. આ ધાર્મિક મંદિરનું મહત્વ શ્રૃતિથી લઇને બ્રાહ્મણ, જૈન, બૌદ્ધ, પાલી ગ્રંથ અને ઉપનિષદોમાં પણ વર્ણવામાં આવ્યું છે. ઉજ્જૈન નગરી પાપનો નાશ કરનાર અને મોક્ષ આપનાર માનવામાં આવે છે.
ઉજ્જૈનમાં મહાકાલની સાથે મંગળનાથનું એક મંદિર પણ છે. પુરાણો પ્રમાણે ઉજ્જૈન નગરીને મંગળનાથની જનની પણ કહેવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં મંગળ દોષ હોય છે તેઓ ગ્રહોની શાંતિ માટે અહીં પૂજા-પાઠ કરવા આવે છે. આમ તો દેશમાં મંગળ ભગવાનનાં ઘણાં મંદિર છે, પરંતુ ઉજ્જૈન તેમનું જન્મસ્થાન હોવાને કારણે અહીં કરવામાં આવેલી પૂજાનું મહત્વ વધારે છે.
લોકોની માન્યતાઓ પ્રમાણે આ મંદિર સદીઓ જુનું છે. સિંધિયા રાજમાં આ મંદિરનું પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું. ઉજ્જૈન નગરીને ભગવાન મહાકાલની નગરી કહેવામાં આવે છે, માટે અહીં મંગળનાથ ભગવાનની શિવરૂપી પ્રતિમાની પૂજા કરવામાં આવે છે. દર મંગળવારે અહીં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે.
પૌરાણિક કથાઓ પ્રમાણે એક અંધકાસુર નામનો અસુર હતો. ભગવાન શિવે તેને વરદાન આપ્યું હતું કે તેના લોહીથી સેંકડો દૈત્યો જન્મ લેશે. વરદાન પછી આ દૈત્યએ અવંતિકામાં તબાહી મચાવી હતી, ત્યારે પીડિતોએ ભગવાન શિવને પ્રાર્થના કરી હતી. ભક્તોનાં સંકટ દૂર કરવા માટે ભગવાન શંકરે સ્વયં અંધકાસુર સાથે યુદ્ધ કર્યું હતું.
બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. શિવજીનો પરસેવો વહેવા લાગ્યો. તેમના પરસેવાનાં ટીંપાઓ જમીન પર ઉજ્જૈનની ધરતી બે ભાગોમાં વિભાજિત થઇ ગઇ હતી અને મંગળ ગ્રહ ઉત્પન્ન થયો હતો. શિવજીએ દૈત્યનો સંહાર કર્યો અને તેના લોહીનાં ટીંપાઓને મંગળ ગ્રહે પોતાનામાં સમાવી લીધા. સ્કંધ પુરાણનાં અવંતિકા ખંડ અનુસાર આ કારણે મંગળ ગ્રહની ધરતી લાલ છે.