Homeજીવન શૈલીજો મુસાફરી કરતી વખતે તમને ઉલ્ટી થાય છે, તો અપનાવો આ 5...

જો મુસાફરી કરતી વખતે તમને ઉલ્ટી થાય છે, તો અપનાવો આ 5 ઘરેલું અને સરળ ઉપાય…

મુસાફરી લાંબી હોય ટૂંકી, ઉનાળો હોય કે શિયાળો, બસ, ગાડી કે અન્ય કોઈ વાહન પર બેસતાંની સાથે જ ઘણા લોકોને મુસાફરી દરમિયાન ઉલટીની સમસ્યા થાય છે, તો ગભરાવા જેવું કંઈ જ નથી. આ લક્ષણો ખૂબ સામાન્ય છે. આવું તે લોકોમાં વધુ થાય છે જેઓ લાંબી મુસાફરીઓ કરતા નથી. પરંતુ ઘણી વખત જ્યારે આપણે કુટુંબ અથવા મિત્રો સાથે ફરવા જઇએ છીએ, ત્યારે ઉલટીની સમસ્યા થાય છે તો ફક્ત ઘરેલું ઉપાયની મદદથી જ તમે આ સમસ્યાને દૂર કરી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે, કયા ઉપાયથી મુસાફરી દરમિયાન ઉલટીની સમસ્યા થતી નથી.

1) અજમા :- ઉલટીની સમસ્યામાં રાહત મેળવવા માટે અજમા ખૂબ અસરકારક છે. અજમાને કપૂર અને ફુદીનાના પણ સાથે સારી રીતે મિક્સ કરો. પછી તેને કાચની બોટલમાં ભરી દો અને થોડી વાર તેને તડકામાં રાખો. આ કરવાથી તે પીગળી જશે અને રસ બનશે. જ્યારે પણ તમને ઉલટી થાય છે, ત્યારે તેના 3-4 ટીપાં પીવો. બધું ઠીક થઈ જશે.

2) લીંબુ :- જ્યારે પણ તમે મુસાફરી માટે નીકળો છો ત્યારે એક લીંબુ તમારી સાથે રાખો. જો તમને ઉલ્ટી થશે એવું લાગે, તો પછી આ લીંબુની છાલ કાઢીને તેની સુગંધ લો. આ કરવાથી ઉલટી થશે નહીં અને જો ઉલ્ટી થાય તો લીંબુ કાપીને તેના પર કાળા મરી અને સંચળ ભભરાવીને ચાટવું. આમ કરવાથી તમને ઉલટી થશે નહીં.

3) આદુ :- આદુનો ટુકડો ચૂસવાથી પણ ઉલ્ટીની સમસ્યા દૂર થાય છે. બસ અથવા કારમાં બેસતાની દસ મિનિટ પહેલા આદુનો ટુકડો ચૂસવો. એ ધ્યાનમાં રાખવું કે, કાચા આદુનો ટુકડો ન હોવો જોઈએ. કાચું આદુ ખાવાથી પેટમાં ગરમી આવે છે. જો તમને મુસાફરી દરમિયાન ઉબકા થવા લાગે છે, તો આદુના ટુકડાને ફરીથી એક વખત ચૂસી લો.

4) તુલસી :- તુલસીનું પાન ઉલટી બંધ કરવા માટેનો સૌથી અસરકારક ઉપાય છે. જ્યારે પણ તમને ઉલટીની સમસ્યા થાય ત્યારે તુલસીના 4-5 પાન ચાવો. આ ઉપરાંત, તમે તુલસીના પાનનો રસ કાઢીને તેને નાની બોટલમાં ભરી શકો છો. જ્યારે તમને ઉલટી થાય છે, ત્યારે તેને મધ સાથેપીવાથી આ સમસ્યામાં રાહત મળશે.

5) પ્રાણાયામ :- મુસાફરીનું આયોજન અગાઉથી સારી રીતે કરવામાં આવે છે, તેથી જ્યારે તમારે પ્રવાસ માટે નીકળવું હોય ત્યારે બે-ત્રણ દિવસ અગાઉ જ પ્રાણાયમ કરવાનું શરૂ કરો. બસમાં ચઢતા પહેલા પણ એક ઉંડો શ્વાસ લો અને તમારા મનમાં એવી છાપ બનાવો કે તમને ઉલટી થશે જ નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments