સંધ લોક સેવા (UPSC) દ્વારા IAS, IPS, IES, IFS જેવી અધિકારી પદોની ભરતી માટે સિવિલ સેવા પરીક્ષા યોજવામાં આવે છે. આ પરીક્ષા માટે દેશમાંથી લાખો યુવાનો તૈયારી કરે છે. જોકે UPSC ની પરીક્ષામાં મળેલા રેન્કના આધારે માત્ર 100 સીટો પર સિલેકશન કરવામાં આવે છે.
IAS, IPS સહિત અન્ય અધિકારીઓની શું ભૂમિકા હોય છે, એ શું કામ કરે છે અને તેમને કેટલો પગાર મળે છે ? ગુજરાત પેજની ટીમ આજે એવા સવાલોના જવાબ આપવા જઈ રહી છે. જો તમારા મગજમાં પણ આવા સવાલો હોય તો આ આર્ટિકલ તમારા કામનો હોય શકે છે. તો ચાલો જાણીએ…
આ છે ટોટલ 24 સિવિલ સેવાઓ.
સિવિલ સેવાઓમાં 24 સેવાઓ છે, જેના માટે ઉમેદવારને સિલેકટ કરવામાં આવે છે. તેમને બે ભાગમાં વહેચવામાં આવ્યા છે. એક છે અખિલ ભારતીય સેવાઓ અને બીજી છે કેન્દ્રીય સેવાઓ. અખિલ ભારતીય સેવાઓમાં IAS (ભારતીય પ્રશાસનિક સેવા) અને IPS (ભારતીય પોલીસ સેવા) આવે છે. આમાં સિલેકટ થયેલા લોકોએ રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્યોના કેડર આપવામાં આવે છે. આ સિવાય, કેન્દ્ર સેવાઓમાં ગ્રુપ A અને ગ્રુપ B સેવાઓ હોય છે. ગ્રુપ A ની સેવાઓમાં ભારતીય વિદેશ સેવા, ભારતીય સિવિલ લેખા સેવા, ભારતીય રાજસ્વ સેવા (આયકર વિભાગ), ભારતીય રેલ્વે સેવા (IRTC અને IRPS) અને ભારતીય સૂચના સેવા (IIS) હોય છે. ગ્રુપ B માં સશસ્ત્ર બલ મુખ્યાલય સિવિલ સેવા, પોડિચેરી સિવિલ સેવા, દિલ્હી અને અદામાન નિકોબાર દ્રીપ નાગરિક અને પોલીસ સેવા સામેલ છે.
શું હોય છે IAS (ભારતીય પ્રશાસનિક સેવા) અધિકારીની ભૂમિકા ?

ભારતીય પ્રશાસનિક સેવા એટલે કે IAS દ્વારા આ અધિકારીને ભારતના નોકરશાહી માળખામાં (ઇન્ડિયા બ્યૂરોક્રેટિક સેટઅપ) માં કામ કરવાની તક મળે છે. આ જાણવું જરૂરી છે કે IAS કેટલાય અલગ અલગ મંત્રાલયો, પ્રશાસનના વિભાગોમાં કામ કરે છે. એક IAS અધિકારી માટે સહુથી ઉચુ પદ કેબિનેટ સચિવનું હોય છે.
એક IAS અધિકારી કેટલું કમાય છે ?
મુશ્કેલ પરીક્ષા પાસ કરીને IAS અધિકારી બનેલા ઉમેદવારને ખુબજ સારો પગાર મળે છે. 7 માં વેતન આયોગ મુજબ એક IAS અધિકારીનો મૂળ પગાર 56,100 રૂપિયા સુધી હોય શકે છે. પગારની સાથે IAS અધિકારીને યાત્રા ભથ્થું અને મોંઘવારી ભથ્થા સાથે કેટલાય અન્ય ભથ્થા પણ મળે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક IAS અધિકારીને પગાર 1 લાખ રૂપિયા કરતા વધુ પ્રતિ મહિના છે. તેમાં પણ જો કોઈ IAS અધિકારી કેબિનેટ સચિવના પદ પર પહોંચી જાય છે તો તેમનો પગાર દર મહિનાનો 2,50,000/- સુધીનો થઈ જાય છે. કેબિનેટ સચિવના પદ પર રહેલા અધિકારીને સહુથી વધારે પગાર મળે છે.
શું હોય છે IPS અધિકારીની ભૂમિકા ?

IPS (ભારતીય પોલીસ સેવા) અધિકારી કાનૂન વ્યવસ્થા બનાવી રાખવા માટે નું કામ કરે છે. અને તેમને SP, IG, ડેપ્યુટી IG, DGP જેવા પદ પર કામ કરવા માટે મૂકવામાં આવે છે. દેશના કાનૂનને બરાબર રીતે લાગુ કરાવાનું કામ IPS અધિકારી કરે છે.
કેટલો હોય છે IPS અધિકારીનો પગાર ?
એક IPS અધિકારીનો મૂળ પગાર 56,100 રૂપિયા પ્રતિ મહિના (TA,DA અને HRA અલગથી) શરૂ થાય છે અને એક DGP માટે 2,25,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. IPS અધિકારીઓને પીએફ, ગ્રેચ્યુટી, હેલ્થકેર સર્વિસ, જીવનભર પેન્શન, રહેવાનું, યાત્રા ભથ્થું જેવી બીજી અનેક સુવિધાઓ આપવામાં આવે છે.
IFS (ભારતીય વિદેશ સેવા) નું શું કાર્ય હોય છે ?

IFS અધિકારીને વિદેશ મંત્રાલયમાં પોતાની સેવાઓ આપવાની હોય છે. IFS અધિકારીઓનું સિલેકશન UPSC ની વર્ષોની તાલિમ અને તેમાંથી પાસ થયા બાદ કરવામાં આવે છે. IFS અધિકારી રાજનૈતિક મામલાઓ અને દ્ધિપક્ષીય મામલાઓ સંભાળે છે. ભારતીય વિદેશ સેવા પદ માટે દર વર્ષે લગભગ 10-15 અધિકારીઓને સિલેકટ કરવામાં આવે છે. ઉમેદવાર પૂરી પરીક્ષાની પ્રક્રિયાને પાસ કર્યા બાદ તેની તાલિમ માંથી પસાર થવાનું હોય છે.
કેટલો હોય છે આમનો પગાર ?
IFS નો પગાર અને ભથ્થા તેમની પોસ્ટીંગના સ્થાન ઉપર નિર્ભર કરે છે. જે જગ્યાએ તેમને મૂકવામાં આવે છે, પછી એ ભારતમાં હોય કે વિદેશમાં હોય. વિદેશમાં મૂકવામાં આવેલા અધિકારીઓને વિશેષ વિદેશી ભથ્થું મળે છે.