ઉત્તરાખંડના મેદાનોની સુંદરતા ખૂબ જ અદ્ભુત છે. પહાડો, સરોવરો, ધોધ અને તળાવોનું મનોહર દૃશ્ય જોવાલાયક હોય છે. દેવતાઓની ભૂમિના નામથી આ રાજ્ય ઉત્તર ભારતમાં આવેલું છે. દહેરાદૂન ઉતરાખંડની રાજધાની છે. ઉતરાખંડ રાજ્ય તેના શાંત વાતાવરણ માટે જાણીતું છે. ધાર્મિક રીતે જોઈએ તો ઉત્તરાખંડના ચાર ધામ કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રી છે. ઉત્તરાખંડ એ ભારતના ચાર મોટા મંદિરોમાંનું એક છે.
નૈનિતાલ તળાવથી આશરે 46 કિલોમીટર દૂર આવેલ મુક્તેશ્વર સુંદર ખીણોનું બનેલું છે. અહી શિયાળાની ઋતુમાં વાતાવરણ એકદમ ઠંડુ હોય છે.
તપોવન ગંગોત્રી નદીથી આશરે 6 કિમી દૂર છે. અહી આશ્ચર્યજનક દૃશ્યો જોવા મળે છે. તાપોવનથી દુર દુર સુધી હિમાલય જેવા શિખરો દેખાય છે. તપોવનને સ્વર્ગ પણ કહેવામાં આવે છે. પર્વતારોહણ માટે શિબિરનું આયોજન કરવામાં આવે છે. તપોવન ગોમુખ ટ્રેકિંગની નજીક જ આવેલું છે. નંદનવનથી શિવલિંગ, ભગીરથી, કેદાર ડોમ, થલ સાગર અને સુદર્શન જેવા સુંદર શિખરોના દૃશ્યો જોવા મળે છે. લીલા ઝાડ અને પાઈનના વૃક્ષો સ્થળની સુંદરતામાં વધારો કરે છે.
દેવપ્રયાગ દરિયાઈ સપાટીથી આશરે 830 મીટરની ઉચાઇ પર આવેલું છે. ઋષિકેશથી દેવપ્રયાગનું અંતર લગભગ 70 કિલોમીટર જેટલું છે. દેવભૂમિ ઉત્તરાખંડના પંચ પ્રયાગમાંનું એક છે. એવું માનવામાં આવે છે કે જ્યારે રાજા ભગીરથે ગંગાને પૃથ્વી પર આવવા માટે કહ્યું ત્યારે તેમની સાથે સ્વર્ગથી 33 કરોડ દેવીઓ ઉતર્યા હતા. આ તે સ્થાન છે જ્યાં ભાગીરથી અને અલકનંદા નદીઓ ભેગી થાય છે. આ ખૂબ જ સુંદર સ્થળ છે, જેની સુંદરતા અને શાંત વાતાવરણ હૃદયને શાંતિ આપે છે.
ઔલીને ભારતનું સ્વીટઝરલેન્ડ કેહવામાં આવે છે. ભારતનું આ નાનું સ્વિટ્ઝરલેન્ડ ખૂબ જ સુંદર છે. તે ઉત્તરાખંડના ચમોલીમાં આવેલું છે. શિયાળાની ઋતુમાં બરફની સફેદ ચાદરોથી ઢંકાયેલ પર્વતો પર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના દૃશ્ય ખૂબ જ સુંદર હોય છે.