ગમે એટલી પેટ પર જામેલી ચરબી હશે, આ એક આસન પાણીની જેમ ઉતારશે ચરબી

555

અનિયમિત દિનચર્યા અને ખોટી આહાર પદ્ધતિઓના કારણે આજના યુગમાં શરીરમાં રોગ થવાનું પ્રમાણ ખુબજ વધી ગયું છે. પેટ વધી જવું, નાની ઉંમરમાં શારીરિક નબળાઈઓ, પેટને લગતા વિવિધ પ્રકારના રોગો, જેના કારણે શરીર તો બીમાર થાય જ છે, સાથે સાથે વ્યક્તિ માનસિક રીતે પણ પરેશાન થઈ જાય છે.

આજે અમે તમને મહર્ષિ પતંજલિના યોગ દર્શનમાં વર્ણવેલ ‘ઉત્તનપાદ આસન’ વિશે માહિતી આપી રહ્યા છીએ, જે ઘણી બીમારીઓને દૂર કરે છે તેમજ ‘પેસોટી ખસી જવી’ (નાભિકંદ) અને હર્નીયાને લગતી સમસ્યાઓ દૂર કરે છે.

ઉત્તનપાદ આસનનો અભ્યાસ કેવી રીતે કરવો

ઉત્તનપાદ આસન કરવા માટે, સૌ પ્રથમ જમીન પર સાદડી અથવા યોગા મેટ પાથરો અને સીધી સ્થિતિમાં સૂઈ જાઓ.

હવે શ્વાસ લેતા લેતા, ઘૂંટણને વાળ્યા વિના, પગને 30 ડિગ્રીના ખૂણા સુધી ઉંચા કરો અને જ્યાં સુધી તમે રાખી શકો ત્યાં સુધી આજ સ્થિતિમાં રહો અને પછી ધીમે ધીમે શ્વાસ બહાર કાઢતા રહો અને ધીમે ધીમે પગને નીચે જમીન પર લાવો, પગને નીચે લાવતી વખતે ધ્યાનમાં રાખો કે પગ આંચકા સાથે કે ઝડપથી નીચે ન લાવો અથવા પગને ઝડપથી કે આંચકાથી ઉંચા ન કરો.

ફરીથી શ્વાસ લેતી વખતે, ધીમે ધીમે પગને 60 ડિગ્રીના ખૂણા સુધી ઉંચા કરો અને જ્યાં સુધી તમે રાખી શકો ત્યાં સુધી પગને ઉંચા રાખો, તે પછી શ્વાસ બહાર કાતી વખતે ધીમે ધીમે પગ નીચે લાવો.

શરૂઆતના દિવસોમાં માત્ર પાંચ મિનિટ માટે આ આસનનો અભ્યાસ કરો અને ધીમે ધીમે તમારી ક્ષમતા પ્રમાણે આ અભ્યાસનો સમય વધારતા જવો.

જે લોકોને હૃદય સંબંધિત અથવા હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ હોય તેમણે આ આસન ન કરવું જોઈએ. પીઠના દુખાવો હોય તો આ આસન ધીરે ધીરે કરો અને જો સ્લિપ ડિસ્કને લગતી સમસ્યા હોય, તો આ આસનનો અભ્યાસ માત્ર યોગાચાર્યની દેખરેખ હેઠળ જ કરો.

આ આસન કરવાથી ગુસ્સો નિયંત્રિત થાય છે, મન શાંત રહે છે અને ગોનાડ્સ ગ્રંથિ પર તેની અસરને કારણે શુક્રાણુવાહિનીઓ સ્વસ્થ રહે છે. આ આસનની અસરને કારણે, એડ્રેનલ ગ્રંથિમાંથી બહાર આવતા સ્ત્રાવ લોહીમાં ક્ષારને સામાન્ય રાખે છે અને સુગરને સંતુલિત કરે છે.

આસન પહેલાં કરવામાં આવનારી સૂક્ષ્મ અને યોગિક ક્રિયાઓના અભ્યાસ પછી જ આ આસનોનો અભ્યાસ કરવો અને આસન કરતી વખતે રાખવી પડતી સાવચેતીઓનું પણ પાલન કરો.

Previous articleપેટમાં ગમે એવો ગેસ કે આફરો ચડ્યો હશે, આ ઉપાય આપશે 100% રાહત…
Next articleરતન ટાટાનો જવાબ નથી, હવામાં ખરાબ થઈ ગયું હતું પ્લેનનું એક એંજિન, છતાં પણ કર્યું સેફ લેડિંગ