પરસેવો એ શરીરના તાપમાનને નિયંત્રિત કરવાની સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ ઘણી વખત શારીરિક પરિશ્રમ કર્યા વિના કે બેઠા બેઠા પણ વ્યક્તિને પરસેવો આવે છે. તેની પાછળ કોઈ રોગ હોઈ શકે છે. જાણો કયા રોગમા આમ થાય છે.
ડાયાબિટીઝ અને હદય રોગમા બેઠા બેઠા પરસેવો આવે છે. જેની ૪૦-૫૦ વર્ષની વય હોય છે અને શારિરીક પરિશ્રમ કાર્ય વિના બેઠા બેઠા પણ ગભરામણ, છાતીમા દુખાવો અને પરસેવો આવતો હોય તેને હૃદયરોગનુ લક્ષણ હોઈ શકે છે. તેઓને તરત જ કાર્ડિયોલોજિસ્ટ પાસે જવુ જોઈએ.ડાયાબિટીઝના દર્દીઓને બેઠા બેઠા વધારે પરસેવો આવે છે.
થાઇરોઇડના દર્દીઓમા અતિશય પરસેવો અને વજન ઘટે છે. બે પ્રકારના થાઇરોઇડ હોય છે. હાયપર અને હાઈપો થાઇરોઇડ. હાઈપર થાઇરોઇડમા આનુ ઉચ્ચ સ્તર હોય છે જ્યારે હાઈપો થાઇરોઇડમા આનુ પ્રમાણ ઓછુ હોય છે. હાઈપર થાઇરોઇડના દર્દીઓને વધારે પરસેવો આવે છે અને વજન પણ ઘટે છે. જો તમારુ વજન ઓછુ થઈ રહ્યુ છે અને વધારે પડતો પરસેવો આવે છે તો તમે તમારા થાઇરોઇડની તબીબી સલાહથી તપાસ કરાવી લો.
ટીબી રોગના દર્દીઓમા રાતના સમયે પરસેવો વધુ જોવા મળે છે. ક્ષય રોગ એટલે કે ટીબી દર્દીઓને ચેપ હોવાને કારણે વધારે પરસેવો આવે છે. જે રાત્રના સમયે વધુ આવે છે. સૂતી વખતે ઓશીકુ અથવા પલંગ ભીનો થઈ જાય છે. તે જ રીતે એજાઈટીમા અતિશય પરસેવો થઈ શકે છે પરંતુ આ કિસ્સામા દર્દી વધુ બેચેન રહે છે અને હાથમા વધુ પરસેવો આવે છે.