છેલ્લા કેટલાક દાયકાઓમા તબીબી વિજ્ઞાનના ક્ષેત્રમા ઘણી પ્રગતિ થઈ છે. ઘણા અસાધ્ય રોગોના ઉપાયોની શોધ કરવામા આવી છે અને વિવિધ દવાઓ બનાવવામા આવી છે. તેનાથી વિપરીત ઘણા નવા રોગોની ઉત્પત્તિ પણ થઈ છે. વર્તમાન સમયમા લોકો એકબીજાથી આગળ વધવાની રેસમા સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપી શકતા નથી.
અત્યારનો માનવી સમયની ગેરહાજરીમા પરિવાર સાથે સમય પસાર કરવામા અસમર્થ છે તેવા સંજોગોમા સંબંધો પણ તૂટી જાય છે. આ બધી ચિંતાઓને કારણે લોકો હતાશાથી પીડિત હોય છે. આ ચિંતા વધુને વધુ હાઈ બ્લડ પ્રેશર અને હ્રદય રોગો તરફ દોરી જાય છે.
આજકાલ દરેક બીજો વ્યક્તિ હૃદયની બિમારીથી ઝઝૂમી રહ્યો છે. જીવનશૈલી, ખોરાક અને વ્યવહારનું પરિવર્તન વ્યક્તિના હૃદયને અસર કરે છે. આજે અમે તમને આવી જ એક અનોખી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા હૃદય માટે ખૂબ ફાયદાકારક છે. અમે અહીં વાદળી રંગના પ્રકાશ વિશે વાત કરી રહ્યા છીએ.
હા એક અધ્યયનમા બહાર આવ્યુ છે કે જ્યારે કોઈ બ્લુ લાઈટના સંપર્કમા આવે છે ત્યારે બ્લડ પ્રેશર ઓછુ થઈ થાય છે જેનાથી હ્રદયરોગનુ જોખમ પણ ઓછુ થાય છે. એક સંશોધનમા ભાગ લેનારાઓનુ આખુ શરીર 30 મિનિટ સુધી લગભગ ૪૫૦ નેનોમીટર પર વાદળી રાગના પ્રકાશના સંપર્કમા રાખવામા આવ્યુ હતુ જે સૂર્યના પ્રકાશ બરાબર હતુ. આ અભ્યાસ યુરોપિયન જર્નલ ઓફ પ્રિવેન્ટિવ કોર્ડીયોલોજીમા પ્રકાશિત થયો હતો.
આ સંશોધન દરમ્યાન બંને પ્રકાશના ઇરેડિયેશનની અસરોનુ મૂલ્યાંકન કરવામા આવ્યુ હતુ અને ત્યારબાદ ભાગલેનારાનું બ્લડ પ્રેશર, ધમનીની જડતા, લોહીની નળીમા ઘટાડો અને લોહીના પ્લાઝ્માનુ સ્તર માપવામાઆવ્યુ હતુ.ત્યાર બાદ બહાર આવ્યુ કે વાદળી રંગના કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણોથી વિપરીત વાદળી રંગના કિરણો કેન્સર કારક નથી.
જર્મનીની ડ્યુસલ્ડઓર્ફની યુનિવર્સિટી ઓફ સરી અને હેનરીચ હેની યુનિવર્સિટીના સંશોધનકારોએ શોધી કાઢ્યુ કે બ્લુ લાઇટના સંપર્કમા આવેલા સહભાગીઓના સિસ્ટોલિક બ્લડ પ્રેશરમા આશરે ૮ એમએમએચજી ઘટાડો થયો છે. વાદળી રંગના પ્રકાશથી બ્લડ પ્રેશરમા ઘટાડો એ દવાઓ દ્વારા બ્લડ પ્રેશર ઘટાડવાની રીતની સમાન છે. આ સમગ્ર અધ્યયનથી એક વાત ખૂબ સ્પષ્ટ છે અને તે એ છે કે તે તમારા હૃદયને સ્વસ્થ રાખે છે. તેથી શક્ય તેટલુ આ પ્રકાશમા રહેવાનો પ્રયાસ કરો.