સાઉથ ચાઇના પોસ્ટના સમાચાર મુજબ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમા એક હાઈવે છે જેની વચ્ચોવચ એક ઘર છે. આ મકાનમા રહેતા લોકો હાઈવે પર વાહનોની હાઈ સ્પીડની ઝડપ વચ્ચે પોતાનુ જીવન ગુજારે છે. ઘણીવાર તમે જોયુ હશે કે જ્યારે હાઈવે મકાનોની નજીક બનાવવામા આવે છે ત્યારે ત્યાંના બધા મકાનો ખાલી કરાવી દેવામા આવે છે. ઘરનો માલિક ઈચ્છે તો પણ ઘર ખાલી કરવાની ના નથી પાડી શકતા. જો કે આ માટે તેને એક મોટી રકમ પણ આપવામા આવે છે. પરંતુ ચીનમા એક અનોખો કિસ્સો બહાર આવ્યો છે.
અહેવાલ મુજબ જ્યારે આ હાઇવે બનાવવામા આવી રહ્યો હતો ત્યારે વહીવટીતંત્રે આ મકાનને રસ્તામાથી દુર કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. પરંતુ આ ઘરની માલીકે અહીથી દુર જવાની ના પાડી દીધી હતી. નેતાઓએ તેમને ઘર છોડવા માટે મકાનના ભાવ કરતા ડબલ ભાવ આપ્યા હોવાની પણ ચર્ચા થઈ છે પરંતુ ઘરના માલિકે બધી ઓફર ઠુકરાવી દીધી હતી અને અંતે સરકારને પીછેહઠ કરવી પડી હતી.
આ પછી વહીવટી તંત્રના ઘરની આજુબાજુ એક હાઇવે બ્રિજ બનાવવામા આવ્યો હતો. હવે આ મહિલાને ગાડીઓ વચ્ચે રહેવાની ફરજ પડી છે. તાજેતરમા જ આ ઘરની કેટલીક તસવીરો પણ સામે આવી છે. આ તસવીરોમા તમે જોઈ શકો છો કે આ સ્ત્રી દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમા નવા હાઇઝુઆંગ બ્રિજની મધ્યમા પોતાના નાના મકાનમા રહે છે.
અહેવાલો અનુસાર આ ઘર ૪૦ ચોરસ મીટરનો એક માળનો ફ્લેટ છે અને તે લેન ની ટ્રાફિક લીંકની મધ્યમા એક ખાડામા સ્થિત છે. આ ઘરના માલિક લીઆંગ આ અજીબો ગરીબ ઘર વિશે કહે છે કે લોકોને લાગે છે કે મને અહી ઘણી મુશ્કેલી છે પણ આ સાચુ નથી. હુ અહી મારા પરિવાર સાથે ખુબ ખુશ છુ.