આજે આખો દેશ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડો.”એ.પી.જે.અબ્દુલ કલામ”ને યાદ કરી રહ્યો છે. આજે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની જન્મજયંતિ છે. તેનો જન્મ 15 ઓક્ટોબર, 1931 ના રોજ થયો હતો. તમે તેમની આ વાત વિષે નહીં જાણતા હોવ કે, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે.અબ્દુલ કલામ વૈજ્ઞાનિક નહીં પણ કંઈક બીજું બનવા ઇચ્છતા હતા. પરંતુ માત્ર આ એક કારણને લીધે તેના જીવનનું સૌથી મોટું સ્વપ્ન તૂટી ગયું હતું.
મિસાઇલમેને પોતાના પુસ્તક ‘માય જર્ની: ટ્રાન્સફોર્મિંગ ડ્રીમ્સ ઇન એક્શન’ માં ઉલ્લેખ કર્યો છે કે, તે પાયલટ બનવા ઇચ્છતા હતા. પરંતુ તે પાઇલટ બનવાથી માત્ર એક કદમ પાછળ રહી ગયા હતા. તેણે તેના પુસ્તકમાં લખ્યું છે કે, તે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગ કર્યા પછી પાયલટ બનવા ઇચ્છતા હતા.
તેમણે તેમના પુસ્તકમાં લખ્યું છે કે, એન્જિનિયરિંગ કર્યા બાદ તેમનું પહેલું અને મુખ્ય સ્વપ્ન પાયલટ બનવાનું હતું. તેણે બે જગ્યાએ ઇન્ટરવ્યુ પણ આપ્યા હતા. એક ઇન્ડિયન એરફોર્સમાં દહેરાદૂન અને બીજું ડાયરેક્ટરેટ ઓફ ટેક્નિકલ ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન (ડીટીડીપી) સંરક્ષણ મંત્રાલય.
તેમણે લખ્યું છે કે, ડીટીડીપીનું ઇન્ટરવ્યૂ સરળ હતું, પરંતુ દહેરાદૂનમાં એરફોર્સ સિલેક્શન બોર્ડ ઇચ્છતું હતું કે ઉમેદવારની યોગ્યતા અને એન્જિનિયરિંગ નોલેજની સાથે તેમનું વ્યક્તિત્વ પણ યોગ્ય હોવું જોઈએ. ડો.કલામે અહીંયા 25 ઉમેદવારોમાંથી નવમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું, પરંતુ અહીં ફક્ત આઠ લોકોની જ પસંદગી થવાની હતી.
આમ તેમનું સ્વપ્ન એક કદમ દૂર રહી ગયું. તેણે લખ્યું છે કે, તે પાઇલટ બનવાના આ સપનાને પૂરું કરવામાં નિષ્ફળ ગયા. આ પછી તે જીવનનીનવી રાહ શોધવાના લક્ષ્ય સાથે દૂનથી ઋષિકેશ ગયા. આ પછી તે ડીટીડીપીમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક સહાયક તરીકે જોડાણા.
તેમની આ કહાની લખવા પાછળનો હેતુ એ હતો કે, જો સપનું પૂરું ન થાય તો પણ વ્યક્તિએ હાર ન માનવી જોઈએ. નવા સપના અને નવી રાહ હંમેશા તમારી રાહ જોતા હોય છે.