Homeહેલ્થવજન ઘટાડવા માટે, ગ્રીન ટી પીવો છો તો, ટી બેગથી કરો તમારી...

વજન ઘટાડવા માટે, ગ્રીન ટી પીવો છો તો, ટી બેગથી કરો તમારી સુંદરતામાં વધારો..

ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેને પીવાથી શરીરની ચયાપચયની ક્રિયા મજબૂત રહે છે. જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચાવી શકાય છે અને શરીરમાં વધારાની ચરબી સંગ્રહિત થતી નથી. આજકાલ, ઘણા લોકો વજન ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન કરે છે. પરંતુ જો તમે ગ્રીન ટી ટીબેગને ખૂબ જ સરળતાથી ફેંકી દેવામાં આવે છે. ગ્રીન ટીના ફાયદા ફક્ત શરીરની અંદર જ નહીં પણ ત્વચા પર પણ જોઇ શકાય છે. જો તેનો ઉપયોગ ત્વચાની સુંદરતામાં વધારો કરવા માટે કરવામાં આવે તો તેનો મોટો ફાયદો થાય છે.

ચહેરા પર ગ્રીન ટી લગાવવાથી ખીલની સમસ્યા દુર થાય છે. ગ્રીન ટીમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી બાયોટીક્સના ગુણધર્મો ખીલને દૂર કરવામાં મદદ કરે છે. વપરાયેલી ગ્રીન ટીના બેગને ઠંડુ કરીને ચહેરા પર લગાવવાથી ખીલની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે.

ગ્રીન ટીનો ઉપયોગ ફક્ત ત્વચા માટે જ નહીં,પરંતુ વાળ માટે પણ થઈ શકે છે. વપરાયેલ ગ્રીન ટીના બેગને ફેંકવાને બદલે, તેમને પાણીમાં નાંખો અને 15 મિનિટ સુધી ઉકાળો. પછી આ પાણીમાંથી સવારે ચાની બેગને દુર કરીને ભીના વાળને આ પાણીથી ધોઈ લો. સાદા પાણીથી દસ મિનિટ વાળ ધોઈ લો.

ગ્રીન ટીની અંદરની ચાને બાઉલમાં નાંખો અને તેમાં મધ અને બેકિંગ સોડા મિક્સ કરવું. આ પેસ્ટને ચહેરા પર દસથી પંદર મિનિટ સુધી લગાવો અને છોડી દો. ગ્રીન ટી ચહેરાને મુલાયમ બનાવવામાં મદદ કરે છે.

ગ્રીન ટીથી બનેલા સ્ક્રબનો ઉપયોગ કરવાથી ચહેરા પર ગ્લો વધે છે. ચહેરા પરથી કરચલીઓ પણ દૂર થઈ જાય છે. ગ્રીન ટીને ટી બેગમાંથી કાઢીને તેમાં બરછટ ખાંડ અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ સ્ક્રબથી ચહેરો સાફ કરવાથી ચહેરા પરના કાળા ડાગ પણ દુર થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments