Homeજીવન શૈલીકેવી રીતે પલાળશો વાળમાં લગાડવાની મહેંદી અને વાળમાં લગાવવાની સાચી રીત, ખોટી...

કેવી રીતે પલાળશો વાળમાં લગાડવાની મહેંદી અને વાળમાં લગાવવાની સાચી રીત, ખોટી રીતે લગાડશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

વાળને કલર કરવા માટે મહેંદીનો ઉપયોગ શ્રેષ્ઠ ઉપાયોમાંના એક ઉપાય તરીકે થાય છે. દરેક વ્યક્તિ જુદી જુદી રીતે વાળમાં મહેંદી લગાડે છે. પરંતુ આજે અમે તમને પરફેક્ટ મહેંદીનું હેર પેક બનાવવાની રીત શીખવાડી શું.

જો તમને જાડા, કાળા અને ચળકતા વાળ ગમે છે, તો પછી તમે પણ સરળતાથી ઘરે મહેંદી પેક બનાવી શકો છો. તો ચાલો આપણે જાણી લઈએ કેવી રીતે વાળ માટે પરફેક્ટ મહેંદી પેક બનાવી શકાય છે. ખાસ વાત એ છે કે શિયાળાની ઋતુમાં પણ તમે આ મહેંદી પેકને વાળમાં લગાડી શકો છો.

વાળમાં મહેંદી લગાવતા પહેલા શું કરવું:

વાળમાં ​​મહેંદી લગાવવાની એક રાત પહેલા તમારે તમારા વાળમાં હુંફાળા તેલથી મસાજ કરવો જોઈએ. હુંફાળા તેલથી મસાજ કરવાથી, તમારા વાળને યોગ્ય પોષણ મળે છે અને તેની શુષ્કતા પણ દૂર થાય છે. મોટી ફિલ્મ અભિનેત્રીઓ પણ તેના વાળમાં મહેંદી લગાવતા પહેલા ખાસ તેલનો ઉપયોગ કરે છે. ચાલો અમે તમને જણાવીએ કે તમે આ તેલને ઘરે કેવી રીતે તૈયાર કરી શકો છો.

સામગ્રી:

2 ચમચી એરંડાનું તેલ

2 ચમચી નાળિયેરનું તેલ

1 ટીપું રોઝમેરી તેલ

1 ટીપું ટી-ટ્રી તેલ

બનાવાની રીત:

1 વાટકામાં એરંડાનું તેલ અને નાળિયેરના તેલને સારી રીતે મિક્સ કરો.

ત્યારબાદ આ મિશ્રણમાં એક ટીપું રોઝમેરી તેલ અને એક ટીપું ટી-ટ્રી તેલ ઉમેરો.

આ પછી, આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી દો અને 10 સેકંડ માટે માઇક્રોવેવ કે ગેસ પર ગરમ ​​કરો.

ત્યારબાદ આ ગરમ તેલથી વાળમાં માલિશ કરો અને તેને આખી રાત વાળમાં લગાડેલું રાખો.

બીજા દિવસે સવારે હર્બલ શેમ્પૂથી તમારા વાળને ધોઈ લેવા જોઈએ.

આવી રીતે ધોયેલા વાળ પર તમે મહેંદી લગાવી શકો છો.

વાળ માટે આ તેલ કેવી રીતે ફાયદાકારક છે:

1. જો તમારા વાળ ખૂબ જ પાતળા હોય તો એરંડાનું તેલ લગાવવાથી વાળમાં જાડાઈ આવે છે.

2. નાળિયેર તેલ તમારા વાળ માટે ખૂબ જ સારું મોઇશ્ચરાઇઝર છે. તેનાથી વાળની રુક્ષતા સમાપ્ત થાય છે.

3. ટી-ટ્રી તેલ માથાની ચામડીના સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે. તે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ છે. જો માથાની ખોપરી ઉપરની ચામડી પર કોઈ પ્રકારનો ચેપ લાગે તો તે દૂર કરે છે.

4. રોઝમેરી તેલ વાળના વિકાસ માટે ખૂબ સારું છે. તેમાં હાજર એન્ટી ઓકિસડન્ટ અને જરૂરી એશેશિયલ એસિડ વાળ માટે શ્રેષ્ઠ ટોનિક તરીકેનું કાર્ય કરે છે.

વાળ માટે મહેંદી પેક:

સામગ્રી:

1 પેકેટ હિના (મહેંદી)

3 ચમચી આમળા પાવડર

3 ચમચી શિકાકાઈ પાવડર

3 ચમચી અરીથા પાવડર

1 ચમચી કોફી પાવડર

2 ઇંડાનો પીળો ભાગ

1 બીટ

જરૂર મુજબ ચાનું પાણી

રીત:

એક કાચનું બાઉલ લો અને તેમાં મેંદી પાવડર નાખો.

ત્યારબાદ મેંદીમાં આમલા, અરીથા અને શિકાકાઈ પાવડર નાખો.

આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને તેમાં ઇંડાનો પીળો ભાગ ઉમેરો.

પછી ગેસ પર એક વાસણમાં ચાની ભૂકી અને ટુકડા કરેલા બીટના ટુકડા નાખીને 10 મિનિટ સુધી પાણીમાં ઉકાળો.

આ પછી, આ પાણીમાં મહેંદીનું મિશ્રણ ભેળવી દો અને તેને આખી રાત પલાળવા રાખી મુકો.

બીજા દિવસે સવારે ઉઠ્યા પછી, તમે તમારા વાળમાં આ મહેંદીનો પેક લગાવી શકો છો.

વાળમાં મહેંદી લગાડ્યા પછી તેને 3 થી 4 કલાક રાખો અને વાળને પ્લાસ્ટિકની કોથળી અથવા ફોઈલ પેપરથી ઢાંકી દયો.

ત્યાર બાદ તમે વાળની ​​મહેંદી ફક્ત સામાન્ય પાણીથી ધોઈ લો. ભૂલથી પણ વાળમાંથી મહેંદી સાફ કરવા માટે શેમ્પૂનો ઉપયોગ કરશો નહીં, નહીં તો તમારા વાળ વધુ શુક્ર જશે.

તમારા વાળમાં મહેંદી લગાવ્યા પછી શું કરવું:

વાળમાંથી મહેંદીને સાફ કર્યા પછી તેને સારી રીતે સૂકવો અને પછી વાળમાં હુંફાળા તેલથી માલિશ કરો. તેલની માલિશ કર્યા પછી વાળને આખી રાત માટે છોડી દો અને બીજા દિવસે તમે વાળને શેમ્પૂથી ધોઈ લો અને કન્ડીશનરનો ઉપયોગ કરી શકો છો.

વાળમાં મહેંદી લગાડવાના ફાયદા:

1. મહેંદી લગાવવાથી વાળમાં ખૂબ સારો ગ્રોથ આવે છે.

2. જો તમારા વાળ સફેદ થઈ ગયા હોય તો મહેંદી લગાવવાથી તે હળવા લાલ થઈ જશે.

3. જો તમે લોખંડના વાસણમાં મહેંદીનું મિશ્રણ બનાવશો તો આ મહેંદી લગાવવાથી વાળનો રંગ કાળો થઈ જશે.

જરૂરી નથી કે બધાજ પ્રકારના વાળમાં મહેંદી લગાડવાથી સારું પરિણામ મળે પણ એક વાર લગાડી જુઓ અને સારું પરિણામ ન મળે તો ફરી વાર મહેંદીને વાળમાં લગાડશો નહિ.

તમને આ પોસ્ટ કેવી લાગી? કૃપા કરીને અમને કોમેન્ટમાં જણાવો અને તમને આ પોસ્ટ ગમી હોય તો શેર જરૂર કરજો. જો તમારી પાસે ગુજરાતીમાં કોઈ આર્ટીકલ્સ, વાર્તા અથવા માહિતી છે, જે તમે અમારી સાથે શેર કરવા માંગો છો, તો કૃપા કરીને તમારા ફોટા સાથે અમને ઇમેઇલ કરો. અમારી આઈડી છે: Gujaratexpress100@gmail.com. જો અમને ગમશે, તો અમે તેને અહીં તમારા નામ અને ફોટો સાથે પ્રકાશિત કરીશું. આભાર!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments