Homeખબરકાશીમાં આ ગુજરાતી યુવતીએ ફ્રાંસના યુવાન સાથે કર્યા લગ્ન, અમદાવાદથી વારાણસી જઈને...

કાશીમાં આ ગુજરાતી યુવતીએ ફ્રાંસના યુવાન સાથે કર્યા લગ્ન, અમદાવાદથી વારાણસી જઈને યુવતીએ ચાલુ કરી હતી રેસ્ટોરેન્ટ

એક ગુજરાતી યુવતીને ફ્રાંસનો એક યુવક એટલો પસંદ આવી ગયો કે તેણે તરત જ તેની સાથે લગ્ન કરી લીધા. મૂળ અમદાવાદની યુવતી ધરતી અને ફ્રાન્સના વતની રોમનના લગ્ન ભારતીય રિવાજ મુજબ માર્કંડેય મહાદેવ મંદિરમાં થયા હતા. રોમનએ વેલેન્ટાઇન ડે ના દિવસે સાત ફેરા લીધા હતા. મંદિરમાં હાજર દરેક વ્યક્તિએ બંનેને આશીર્વાદ આપ્યા હતા. ધરતી બનારસની એક રેસ્ટરન્ટમાં કામ કરે છે અને અહીં જ તે રોમનને પહેલીવાર મળી હતી.

ધરતી અને રોમન થોડા મહિના પહેલા જ મળ્યા હતા. જે બાદ બંનેએ વિલંબ કર્યા વિના વેલેન્ટાઇન ડે નિમિત્તે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. માહિતી અનુસાર, ધરતી અને રોમનની પહેલી મુલાકાત ડિસેમ્બરમાં થઈ હતી.

ધરતી ગુજરાતી છે પરંતુ તે બનારસમાં રહે છે અને અહીંની રેસ્ટરન્ટમાં નોકરી કરે છે. જ્યાં ડિસેમ્બર મહિનામાં બંને મળ્યા હતા. આ પછી, બંને વચ્ચેની મુલાકાત વધવા લાગી અને તેઓએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું.

એક દિવસ, રોમને ધરતી સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. જેને ધરતીએ સ્વીકારી હતી અને તેઓએ 14 ફેબ્રુઆરીના રોજ ચૌબપુરના માર્કંડેય મહાદેવ મંદિરમાં ભારતીય રીતિ-રિવાજો સાથે લગ્ન કર્યા હતા.

જો કે, મંદિરમાં આ જોડીને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પરંતુ પાછળથી લોકોએ તેમને આશીર્વાદ પણ આપ્યા. મંદિરના પુજારીઓએ રિવાજો દ્વારા તેમના લગ્ન કરાવ્યા હતા. સૌ પ્રથમ, તેઓએ એકબીજાને વરમાળા પહેરાવી હતી. પછી ફ્રેન્ચ યુવક રોમનએ સિંદૂર ભરીને સાત ફેરા લીધા હતા. લગ્ન પછી, તેઓએ ઘણા બધા ફોટા પણ પાડ્યા હતા. આ લગ્નમાં ફક્ત રોમન અને ધરતીના મિત્રો જ હાજર હતા.

અમદાવાદમાં રહેતી ધરતીએ જણાવ્યું હતું કે તેની કાશીમાં એક વર્ષ પહેલા રોમન સાથે મુલાકાત થઈ હતી. ધરતી ગુજરાતમાં ભણેલી છે અને તે નોકરી કરવા બનારસ આવી હતી. ધરતીએ વારાણસીમાં પોતાની રેસ્ટોરન્ટ શરૂ કરી હતી. રોમન જ્યારે પણ ભારત આવે ત્યારે તેઓ તેમની રેસ્ટોરાંમાં ધરતીને મળવા જતો.

બંને પ્રેમમાં પડ્યાં અને તેમનો પ્રેમ એટલો ગાઢ થઇ ગયો કે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. જો કે, રોમન ફરીથી ફ્રાન્સ ગયો. પરંતુ તેમણે વચન આપ્યું હતું કે જ્યારે પણ તે ભારત આવશે ત્યારે ધરતી સાથે લગ્ન કરશે. આ વખતે જ્યારે રોમન ભારત આવ્યા ત્યારે તેમના લગ્ન ધરતી સાથે થયા.

બંનેએ મંદિરમાં આવીને વિધી વિધાન સાથે લગ્ન કર્યા, ત્યારબાદ બંનેએ કાશીની ગંગા આરતીમાં પણ હાજરી આપી. લગ્ન પછી ધરતીએ કહ્યું કે લગ્ન સમયે તેના પરિવારના સભ્યો હાજર ન હતા.બન્નાના મિત્રોએ પારિવારિક ધાર્મિક વિધિ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments