Homeહેલ્થજો તમે પણ રાત્રે વારંવાર પેશાબની સમસ્યાથી કંટાળી ગયા છો તો આજે...

જો તમે પણ રાત્રે વારંવાર પેશાબની સમસ્યાથી કંટાળી ગયા છો તો આજે જ અપનાવો આ ઘરેલું ઉપચાર.

કેટલાક લોકોને રાત્રે પેશાબ વારંવાર આવે છે, જેના કારણે તેઓ યોગ્ય રીતે સૂઈ શકતા નથી. દિવસમાં ૪-૫ વખત પેશાબ કરવો એ એક સામાન્ય બાબત છે. પરંતુ જ્યારે તે ૮-૧૦ વખત કરવામાં આવે છે, ત્યારે તેનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે આવી સમસ્યાઓ ભવિષ્યમાં ખતરનાક બની શકે છે. આ સમસ્યા પેશાબના ચેપ, યુટીઆઈ, વૃદ્ધાવસ્થા, હોર્મોન્સમાં પરિવર્તન, પ્રોસ્ટેટ ટ્યુબ પર દબાણ, સ્લીપ એપનિયા, તાણ, ગર્ભાવસ્થા, ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર અને ઇન્ટરરિસ્ટશિઅલ સિસટાઇસના કારણે થઈ શકે છે.

રાત્રે સૂતા પહેલા કેફીનનું સેવન કરવાથી પણ વારંવાર પેશાબ થાય છે. આ સિવાય વધારે પાણી પીવાથી પેશાબની વધુ માત્રા ઉત્પન્ન થાય છે, તેથી આ કારણે વારંવાર પેશાબ કરવો સ્વાભાવિક છે. તો ચાલો આજે જાણીએ તેની માટેના અમુક ઘરેલું ઉપચાર.

૧) દહીં :– દહીં પ્રોબાયોટિક છે જે ખતરનાક બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે. તે દરરોજ ખોરાક સાથે ખાવું જોઈએ. તેનાથી વારંવાર પેશાબ કરવાથી રાહત મળશે.

૨) આંબળા અને ગોળ :– વારંવાર પેશાબની સમસ્યામાં સુકા આંબળા ને વાટીને તેનો પાવડર બનાવી લો અને તેમાં ગોળ નાખીને ખાવ. આનાથી તમને રાહત મળશે.

૩) તલ :- આ સમસ્યા દુર કરવા માટે તલ ની સાથે ગોળ અથવા તો અજમા ખાવા જોઈએ જેનાથી રાહત મળશે.

૪) મધ અને તુલસી :– ૧ ચમચી મધ ની સાથે ૩-૪ તુલસીના પાંદડા મિક્ષ કરીને ભૂખ્યા પેટે ખાવાથી રાહત મળશે.

૫) દાડમ :- દાડમ ની છાલ ને વાટીને તેમાં ૫ ગ્રામ પાણી ભેળવીને પેસ્ટ બનાવી લો. આનું દરરોજ સેવન કરો જેથી આ સમસ્યા દુર થશે.

૬) મેથી :– જે લોકોને વારંવાર પેશાબ ની સમસ્યા છે તેમણે મેથી પાવડર ને સુંઠ અથવા મધ સાથે ભેળવીને પાણી સાથે દિવસમાં બે વાર પીવાથી ફાયદો થશે.

જો તમને વધારે પેશાબ આવવાની સમસ્યા હોય તો તમારે આલ્કોહોલ, કેફીન, ટમેટા, ચોકલેટ અને મસાલાવાળા ખાદ્ય પદાર્થોથી દુર રહેવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments