૧૯૭૧ નું ભયાનક ઇન્ડો-પાક. યુદ્ધના અંતે કેટલાક યુદ્ધ કેદીઓ તરીકે ઘણા પાકિસ્તાનના જવાનો ને ભારતે અને ભારતના જવાનો ને પાકીસ્તાને કેદ કર્યા હતા.આ યુદ્ધ કેદીઓ મા એક જવાન એ આપણા મહેર સમાજનું ગૌરવ એવા વેજાભાઈ બાપોદરા હતા કે જે 13 વર્ષ પાકિસ્તાનની જેલ મા રહ્યા અને છેક 14 વર્ષે વતનમાં પાછા ફર્યા.
અહીં તમામ તેના કુટુંબીજનો એ તેની અંતિમવિધિ પણ કરી નાખી હતી કેમ કે સરકારે એમજ કિધેલું હતું કે જે નથી આવ્યા એ કયા તો શહીદ છે અથવા તેનો કાઈ પત્તો નથી. ઘરના તેમજ કુટુંબને એમ ક વેજોભાઈ શહીદ થયા.
14 મા વર્ષે વતન પાછા ફરતાની સાથેજ વેજા ભાઈએ સીધો જ ડિફેન્સનો માર્ગ ફરીથી પકડ્યો અને ફરીથી ડ્યૂટી જોઈન કારી સ્પેશ્યલ ફોર્સ મા સલાહકાર તરીકે નિમણુંક પામ્યા.
આ ઉપરાંત વેજાભાઈ જુદા જુદા 23 દેશોમાં ભારત વતી ડિફેન્સ ની જવાબદારી નિભાવી ચુક્યા છે.વેજાભાઈ હાલ મા 27 ભાષાના જાણકાર છે અને જામનગરના નાઘેડી ગામે રહે છે.
વેજાભાઈ ને ભારત સરકારે “સૂર્યવીર ચક્ર” થી પણ સન્માનિત કર્યા છે. અને હાલ પણ એટલી મોટી ઉમર હોવા છતાં ઓન ડ્યૂટી છે.અને પગાર પણ ચાલુ છે. વેજાભાઈ હાલમાં ડિફેન્સ સલાહકાર તેમજ ડિફેન્સ ને લાગત બીજા કામો મા પોતાની સેવા આપે છે.
વેજાભાઈ ની છાતીમાં હજુ 5-7 ગોળી કાર્ટુસ ના નિશાન છે જે તેમને 1971ના યુદ્ધમાં લાગી હતી. વેજા બાપાની ભણતર માત્ર 2 ચોપડી જ છે. હાલ નાઘેડી રહે છે અને લગભગ જુના બપોડર ના છે
લેખક : કરણ દીવરાણીયા