આજે અમે વાત કરી રહ્યાં છે દુનિયાના સૌથી રહસ્યમય અને ઝેરી જીવ સાપ વિશે. કહેવામાં આવે છે તે સાપ ધરતી પર લગભગ 130 મિલિયન વર્ષોથી હાજર અને ભગવાન શિવની દરેક મૂર્તિ કે છબીમાં તેમના ગળાની ફરતે સાપ વીટળાયેલો જોવા મળે છે. આમ તો ધરતી પર સાપની કુલ 2000થી વધું પ્રજાતિઓ મળી છે અને તેમાંથી 23 પ્રજાતિઓ અત્યંત ઝેરીલી હોય છે. જોવામાં તો સાપ એક સામાન્ય મુંગા જીવ સમાન છે, પરંતુ અંધવિશ્વાસના કારણ ભારતમાં સાપને લઈને રોજ અજીબગરીબ કહાનીઓ સાંભળવા મળે છે.
હાલમાં અરખૈયા થાણા વિસ્તારથી ખબર સામે આવી છે. એક ખુશબૂ નામની યુવતી પોતના ઘરમાં પલંગ પર સુઈ રહી હતી. ત્યારે તેના કપડામાં એક સાપ ઘુસી ગયો અને ખુશબૂને તેની ભનક પણ ન લાગી. જ્યારે તેની કાકીએ તેને બપોરે ભોજન માટે ઉઠાડી તો તેના શરીર પર એક સાપ વીટળાયેલો હતો. આ જોઈને પરિવારના તમામ લોકો ગભરાય ગયાં અને ધીમે ધીમે આખા ગામમાં આ વાતને લઈને અફવા પણ ફેલાવવા લાગી.
જણાવી દઈએ કે સાપ ત્રણ કલાક સુધી યુવતીના શરીર પર લપેટાયને રહ્યો હતો, પરંતુ તેનાથી યુવતીને કોઈ નુકસાન નથી પહોચ્યું. ત્રણ કલાક પછી સાપ પોતાની રીતે જતો રહ્યો, પરંતુ ગામવાસીઓ તેને લઈને ખૂબ અફવા ફેલાવવા લાગ્યાં. કેટલાક લોકોનું કહેવું છે કે તે સાપ ભગવાન શંકરનો અવતાર છે, જ્યારે અન્ય લોકોનું કહેવું છે કે તે સાપને નાગ દેવતાએ મોકલ્યો છે.