વિશ્વના આ વિચિત્ર રાજા, જે સૈનિકોને કદ પ્રમાણે આપતા હતા પગાર..

અજબ-ગજબ

ઇતિહાસમાં આવા ઘણા રાજાઓ હતા, જે તેમના ખાસ કારણોસર આખા વિશ્વમાં પ્રખ્યાત થયા હતા. કેટલાક રાજાઓ તેમની ઉદારતા માટે જાણીતા છે, કેટલાક ક્રૂરતા માટે. પરંતુ દુનિયામાં એક રાજા એવા પણ હતા, જે તેના વિચિત્ર કારણથી જાણીતા છે. તેને એટલો ક્રેઝ હતો કે તે તેમના સૈનિકોની લંબાઈ પ્રમાણે તેને પગાર આપતો હતો.

આ વાર્તા આશરે 250 વર્ષ જૂની છે, જ્યારે પ્રશા એક રાજ્ય હતું. જો કે, વર્ષ 1932 માં તે જર્મની સાથે જોડાય ગયું. ત્યાનો એક રાજા હતો ફ્રેડરિક વિલિયમ પહેલો, જેણે 1713 થી 1740 સુધી શાસન કર્યું હતું. જોકે તે શાંત અને દયાળુ રાજા હતો, પરંતુ તે તેની સેનાને વિસ્તૃત કરવાનો ખૂબ શોખીન હતો. એવું કહેવામાં આવે છે કે તે રાજા બનતા પહેલા, પ્રશાની સેનામાં લગભગ 38 હજાર સૈનિકો હતા, જેની સંખ્યા વધારીને લગભગ 83 હજાર કરી દીધી.

રાજા ફેડરિકને લાંબા સૈનિકોથી વધારે પ્રેમ હતો. તેમના રાજ્યમાં લાંબા સૈનિકોની એક અલગ ટીમ હતી, જેને ‘પોટ્સડેમ જાયન્ટ્સ’ કહેવામાં આવે છે. આ ટીમના બધા જ સૈનિકો છ ફૂટથી વધુ ઉંચાઈના હતા. રાજા ફેડરિકની સેનામા જે લાંબો સૈનિક હતો, તેનું નામ ‘જેમ્સ કિર્કલેન્ડ’ હતું. જેમ્સ કિર્કલેન્ડની લંબાઈ સાત ફુટ એક ઇંચ હતી.

રાજા ફેડરિકની ખાસ વાત એ હતી કે તે લાંબા સૈનિકોને જ પોતાની ટીમમાં રાખતો હતો પરંતુ, તે યુધ્ધ કરવા ઈચ્છતો ન હતો. કેટલાક ઇતિહાસકારોના મતે, તે માત્ર બીજા રાજ્યોને ડરાવવા માટે કરતો હતો. તે શાંતિપૂર્ણ અને પરોપકારી રાજા હતો, તેથી બીજા રાજાઓ સાથે પણ તેના સારા સંબંધો હતા. તેથી, તે દેશના રાજાએ પણ તેમના લાંબા સૈનિકોને ફ્રેડરિકની સેનામાં જોડાવા માટે મોકલ્યા હતા. આ ઉપરાંત આસપાસના મકાનમાલિકોએ પણ તેમના લાંબા મજૂરો તેની પાસે મોકલતા હતા.

રાજા ફેડરિકનો શોખ ક્રેઝમાં ફેરવાયો. એવું કહેવામાં આવે છે કે તેણે પોતાના લાંબા સૈનિકોને વિચિત્ર નોકરીમાં રોજગારી આપવાની શરૂઆત કરી. ઉદાહરણ તરીકે, જ્યારે તે હતાશ થાય ત્યારે, 200-300 સૈનિકોને અંદર બોલાવે છે અને તેમને નૃત્ય કરવાનું કહેતો હતો. વળી, જ્યારે તે બીમાર પડે ત્યારે તે લાંબા સૈનિકોને શસ્ત્ર સાથે તેના રૂમમાં લડવાનું કહેતો હતો.

રાજા ફેડરિક વિશે એવું પણ કહેવામાં આવે છે કે તેણે એક ખાસ પ્રકારની રેક બનાવી હતી. પહેલેથી જે લાંબા સૈનિક હતા, તેને આ રેકમાં બાંધીને ખેચવામાં આવતા હતા. તેથી લંબાઈ વધે અને તેના આ ક્રેઝને કારણે ઘણા સૈનિકોનું મૃત્યુ પણ થયું હતું. તેના ક્રેઝનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે પછીથી તે તેના લાંબા સૈનિકો અને મહિલાઓ સાથે વાત કરતો, જેથી જે બાળક જન્મે તે લાંબુ થાય.

31 મે 1740 ના રોજ 51 વર્ષની ઉમરે રાજા ફેડરિકનું અવસાન થયું. કહેવામાં આવે છે કે તે સમયે તેની ‘પોટ્સડેમ જાયન્ટ્સ’ રેજિમેન્ટમાં લાંબા સૈનિકોની સંખ્યા વધીને 3000 જેટલી થઈ ગઈ હતી. પરંતુ 1806 માં રાજા ફેડરિકનો પુત્ર ફ્રેડરિક ગ્રેટને રેજિમેન્ટને પણ તોડી નાખી અને બધા સૈનિકોને સામાન્ય સૈનિકોમાં જોડી દીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *