વિદૂરએ તેની નીતિઓ દ્વારા મનુષ્યને સુખી જીવનનો સાર આપ્યો છે. જે લોકો તેમના જીવનમાં વિદુર નીતિનું પાલન કરે, તો આ દુનિયામાં તેનાથી સુખી બીજું કોઈ ન હોઈ શકે. વિદૂરે તેના એક શ્લોકમાં કહ્યું છે કે, જે વ્યક્તિની પાસે આ દસ ગુણો હોય, તેને સ્વર્ગ લોક પ્રાપ્ત થાય છે. આ શ્લોક એ હતો કે, “ગૃહિતવાક્યો નયવિદ્ય વિદાન્ય: શેષાન્મભોક્તા હ્વવિહિંસકશ્ચ. નાનર્થકૃત્યાકુલિત:કૃતજ્ઞ: સત્યો મૃદુ: સ્વર્ગમુપૈતિ વિદ્વાન.
1. વડીલોનું પાલન :- વિદુર નીતિ મુજબ જે વ્યક્તિઓ વડીલોની આજ્ઞાઓનું પાલન કરે છે, તેઓ તેના જીવનમાં ક્યારેય છેતરાતા નથી. અને આવી વ્યક્તિઓ આદરનું પ્રતીક છે. જે લોકો વડીલોની આજ્ઞાનું પાલન કરે છે તેને વડીલો તરફથી પ્રેમ મળે છે. અને તેને સ્વર્ગ પ્રાપ્ત થાય છે.
2. નીતિજ્ઞ :- વિદુર નીતિ અનુસાર, જે વ્યક્તિ નીતિઓનું યોગ્ય રીતે પાલન કરે છે. તે વ્યક્તિ તેના જીવનમાં ઉચ્ચ આદર્શો સ્થાપિત કરે છે. આવા વ્યક્તિઓ પરમ જ્ઞાની હોય છે. આવા વ્યક્તિઓને મૃત્યુ પછી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે.
3. દાતા :- દાન કરનારા વ્યક્તિઓ ખુબ જ દયાળુ હોય છે. આવા લોકો સદ્ગુણી હોય છે. દાન કરનારા લોકો પર ભગવાન હંમેશાં કરુણા રાખે છે અને આવા લોકો મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે.
4. યજ્ઞશેષ અન્નનું ભોજન :- વિદુર નીતિ અનુસાર, જે વ્યક્તિ યજ્ઞ શેષ અન્નનું ભોજન કરાવે છે. તે વ્યક્તિને મૃત્યુ પછી સ્વર્ગ લોક પ્રાપ્ત થાય છે.
5. અહિંસાનું પાલન :- વિદુર નીતિ અનુસાર, વ્યક્તિ આજીવન અહિંસાના માર્ગ પર ચાલે છે. તે વ્યક્તિ સદ્ગુણી હોય છે. આવા સદ્ગુણી વ્યક્તિને મૃત્યુ પછી સ્વર્ગમાં સ્થાન મળે છે.
6. ખરાબ કાર્યોથી દૂર રહેનાર :- વિદુર નીતિ મુજબ જે વ્યક્તિ ખરાબ કાર્યોથી દૂર રહે છે. કોઈનું ખોટો કાર્ય કરતો નથી. તે વ્યક્તિને ચોક્કસપણે સ્વર્ગ લોક મળે છે.
7. આભારી (કૃતજ્ઞ) :- આભારી (કૃતજ્ઞ) વ્યક્તિને હંમેશા સ્વર્ગ પ્રાપ્ત થાય છે. આવી વ્યક્તિ ખૂબ જ સંતોષવાળા સ્વભાવની હોય છે અને તે ભગવાન પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી રાખે છે.
8. સત્ય બોલનાર :- વિદુર નીતિ મુજબ હંમેશા સત્ય બોલનાર વ્યક્તિને મૃત્યુ પછી સ્વર્ગ લોક પ્રાપ્ત થાય છે. આવી વ્યક્તિ હદયથી સ્પષ્ટવાદી અને નિર્ભય હોય છે.
9. પ્રામાણિક :- સમાજની દ્રષ્ટિએ એક પ્રામાણિક વ્યક્તિનું સન્માન કરવામાં આવે છે. બધા લોકો આવા વ્યક્તિ પર વિશ્વાસ કરતા હોય છે. આવા લોકોને મૃત્યુ પછી સ્વર્ગ મળે છે.
10. નમ્ર સ્વભાવ :- ઘણા લોકો વિદ્વાન બન્યા પછી અભિમાની થઈ જાય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે, જે વિદ્વાન હોવા છતાં પણ નમ્ર સ્વભાવના હોય છે. વિદુરજી કહે છે કે, આવા નમ્ર સ્વભાવવાળી વ્યક્તિને સ્વર્ગ લોક પ્રાપ્ત થાય છે.