Homeધાર્મિકભગવાન વિષ્ણુને કેમ કહેવામાં આવે છે 'શ્રીહરિ' અને 'નારાયણ', નારાયણને પ્રસન્ન કરવા...

ભગવાન વિષ્ણુને કેમ કહેવામાં આવે છે ‘શ્રીહરિ’ અને ‘નારાયણ’, નારાયણને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય…

હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુની ઉપાસના માટે ગુરુવારનો દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, જે લોકો ભગવાન વિષ્ણુ ની નિષ્ઠાપૂર્વક પૂજા કરે છે તેની બધી જ ઇચ્છાઓ ભગવાન વિષ્ણુ પૂર્ણ કરે છે. હિન્દુ ધર્મ શાસ્ત્ર મુજબ ગુરુવારે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી જીવનની બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. ભગવાન વિષ્ણુને જગતના પાલનહાર કહેવામાં આવે છે.

પુરાણોમાં ભગવાન વિષ્ણુના બે સ્વરૂપોનો ઉલ્લેખ છે. એક સ્વરૂપમાં તે ખૂબ જ શાંત, પ્રસન્ન અને નમ્ર છે, અને બીજા સ્વરૂપમાં, ભગવાનને ખૂબ જ ભયંકર તરીકે વર્ણવવામાં આવ્યા છે. શ્રીહરિ કાલ સ્વરૂપમાં શેષનાગ પર આરામદાયક મુદ્રામાં બેઠા છે. પરંતુ ભગવાનનું રૂપ જે પણ હોય, તેનું હૃદય ખુબ જ કોમળ છે અને તેથી જ તેને ભક્તવત્સલ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, ભગવાન વિષ્ણુનો શાંત ચહેરો વ્યક્તિને મુશ્કેલ પરિસ્થિતિઓમાં શાંત રહેવાની પ્રેરણા આપે છે. ભગવાન વિષ્ણુ માને છે કે, શાંત રહેવાથી સમસ્યાઓનું સમાધાન સફળતાપૂર્વક મેળવી શકાય છે.

આનો અર્થ એ છે કે, ભગવાન વિષ્ણુ શાંત ભાવથી શેષનાગ પર આરામ કરી રહ્યા છે. ભગવાન વિષ્ણુના આ રૂપને જોઈને મનમાં એ સવાલ ઉભો થાય છે કે, સાપના રાજા પર બેસી કોઈ આટલું શાંત કેવી રીતે રહી શકે? પરંતુ તે તો ભગવાન છે અને તેના માટે બધું સંભવ છે. શ્રી વિષ્ણુ પાસે એવી શક્તિઓ છે, જે તમને આશ્ચર્યચકિત કરી શકે છે.

ભગવાન વિષ્ણુને ‘શ્રી હરિ’ નામથી પણ ઓળખવામાં આવે છે. હરી શબ્દની ઉત્તપત્તિ હર માંથી થઈ છે. એવું કહેવામાં આવે છે કે, હરિ હરતિ પાપણી જેનો અર્થ છે, હરિ ભગવાન આપણા જીવનમાં આવતી બધી સમસ્યાઓ અને પાપોને દૂર કરે છે. તેથી જ ભગવાન વિષ્ણુને હરિ પણ કહેવામાં આવે છે, કારણ કે જે લોકો સાચા હૃદયથી શ્રીહરિનું સ્મરણ કરે છે તેઓ કદી નિરાશ થતા નથી. મુશ્કેલી ભલે ગમે તેટલી કઠિન હોય પરંતુ, શ્રીહરિ બધા જ દુ:ખો દૂર કરે છે.

ભગવાન વિષ્ણુ તેમના ભક્તોને દરેક સ્વરૂપો સ્વરૂપોથી આશીર્વાદ આપે છે અને તેથી જ તેઓને જગતના પાલનહાર કહેવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ભગવાન વિષ્ણુનું નામ નારાયણ કેમ છે? તેમના ભક્તો તેમને નારાયણ કેમ કહે છે? એક દંતકથા અનુસાર જળનો જન્મ ભગવાન વિષ્ણુના ચરણોમાંથી થયો છે. પાણીને નીર અથવા નર પણ કહેવામાં આવે છે. અને ભગવાન વિષ્ણુ પણ જળમાં જ નિવાસ કરે છે. તેથી નર શબ્દમાંથી તેમનું નામ નારાયણ રાખવામાં આવ્યું. આનો અર્થ એ છે કે, ભગવાન પાણીમાં નિવાસ કરેછે. તેથી જ ભગવાન વિષ્ણુને તેમના ભક્તો ‘નારાયણ’ કહે છે.

ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ગુરુવારના દિવસે  સ્નાન કર્યા પછી પીળા કપડા પહેરો. પછી ભગવાન વિષ્ણુની વિધિ પૂર્વક પૂજા કરો. ભગવાન વિષ્ણુની પૂજામાં પીળા ફૂલોનો ઉપયોગ કરો. ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો પ્રગટાવો. અને પછી ભગવાન વિષ્ણુના કોઈપણ મંત્રનો જાપ કરો. આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થશે અને તમને આશીર્વાદ આપશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments