વિશ્વની સૌથી ઉચી પ્રતિમા તરીકે સરદાર વલ્લભભાઇ પટેલની ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નુ બુધવારે ૩૧ ઓક્ટોબરના રોજ ગુજરાતમા પીએમ મોદીએ અનાવરણ કર્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ કુલ વજન ૧૭૦૦ ટન અને ઉચાઈ ૫૨૨ ફુટ એટલે કે ૧૮૨ મીટર છે. આ પ્રતિમા પોતાનામા વિશેષ છે. તેમા પગની ઉચાઇ ૮૦ ફૂટ, હાથની ઉચાઇ ૭૦ ફૂટ, ખભાની ઉચાઇ ૧૪૦ ફૂટ અને ચહેરાની ઉચાઇ ૭૦ ફૂટ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઉચી પ્રતિમા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ફક્ત ૩૩ મહિનાના રેકોર્ડ સમયમા બનાવવામા આવી છે. જ્યારે સ્પ્રિંગ ટેમ્પલના બુદ્ધ ભગવાનની મૂર્તિ બનાવવામા ૧૧ વર્ષનો સમય લાગ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માટે આશરે ૨૯૮૯ કરોડ રૂપિયા ખર્ચ કરવામા આવ્યા છે.
સરદાર પટેલની આ પ્રતિમા રામ વી.સુતારની દેખરેખમા બનાવવામા આવી છે. ચાલો અમે અહી જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૬ મા રામ વી.સુતારને સરકાર દ્વારા પદ્મ ભૂષણ એવોર્ડ આપવામા આવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સર્વત્ર ચર્ચા થઈ રહી છે પરંતુ તે પહેલા દુનિયામા આવી અન્ય પ્રતિમાઓ પણ છે જે ખૂબ પ્રખ્યાત છે. તો ચાલો જાણીએ તે મૂર્તિઓ વિશે.
૧) સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધ (ચાઇના) :– સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધ આ પ્રતિમાની સ્થાપના વર્ષ ૨૦૦૨ મા ચીનના હેનન પ્રાંતમા લુસન નામના સ્થળે કરવામા આવી હતી. ભગવાન બુદ્ધની આ પ્રતિમાની ઉચાઇ ૧૫૩ મીટર છે.
૨) ક્રાઈસ્ટ ધ રિડીમર (બ્રાઝિલ) :– ક્રાઈસ્ટ ધ રિડીમર જીસસ ક્રિસ્ટની આ પ્રતિમા બ્રાઝિલના રિયો ડી જીનેરીયોમા આવેલી છે. આ પ્રતિમાની ઉચાઇ ૩૯.૬ મીટર છે. ઈસુ ખ્રિસ્તની આ પ્રતિમાની સ્થાપના વર્ષ ૧૯૩૧ મા કરવામા આવી હતી.
૩) સ્ટેચ્યુ ઓફ લિબર્ટી (અમેરિકા) :– ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ ની સ્થાપના યુ.એસ.ના ન્યુ યોર્કમા વર્ષ ૧૮૮૬ મા કરવામા આવી હતી. આ પ્રતિમાની ઉચાઇ ૯૩ મીટર છે.
૪) ઉશીકુ દાયબુત્સુ (જાપાન) :- ‘ઉશીકુ દાયબુત્સુ’ ભગવાન બુદ્ધની આ પ્રતિમા જાપાનના ઉશીકુમા સ્થિત છે. આ પ્રતિમાની ઉચાઈ ૧૨૦ મીટર છે આ પ્રતિમા વર્ષ ૧૯૯૫ મા સ્થાપિત કરવામા આવી હતી.
૫) ધ મધરલેન્ડ કાલ્સ (રશિયા) :- ‘ધ મધરલેન્ડ કાલ્સ’ એટલે કે માતૃ દેવી. આ પ્રતિમા રશિયાના વોલ્ગોગ્રાડમા સ્થિત છે. આ પ્રતિમાની ઉચાઇ ૮૫મીટર છે, જેની સ્થાપના વર્ષ ૧૯૬૭ મા કરવામા આવી હતી.