ઘણા લોકો પોતાનુ જીવન સીધી રીતે જીવે છે. મતલબ કે તેઓ કોઈ ખોટુ કામ કરતા નથી. પરંતુ એવા ઘણા લોકો છે જે ગુનાહિત સ્વભાવના હોય છે. આવા કિસ્સામા જો ગુનો નાનો હોય કે મોટો હોય તેના માટે સજા નક્કી કરેલી હોય છે. પરંતુ અમે તમને વિશ્વની આવી સજાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને આશ્ચર્યચકિત કરશે.
૨૦૦૩ મા અમેરીકાના શિકાગોમા રહેતા બે છોકરાઓએ ક્રિસમસની સાંજે ચર્ચમાંથી ખ્રિસ્ત ની મૂર્તિની ચોરી કરી હતી. તેઓએ તેમને પણ નુકસાન પહોંચાડ્યુ. આ ગુનામાં બંનેને દોષી ઠેરવવામા આવ્યા હતા અને ૪૫ દિવસની જેલની સજા કરવામા આવી હતી. આ ઉપરાંત તેને ગૃહનગરમા એક ગધેડા સાથે કૂચ કરવાનો આદેશ અપાયો હતો.
વર્ષ ૨૦૦૧ ની વાત છે જ્યારે અમેરિકાના ઓક્લાહોમા મા રહેતા ૧૭ વર્ષીય ટાઇલર આલ્ડેર દારૂ પી ને ગાડી ચલાવતો હતો. આ દરમિયાન એક અકસ્માત થયો જેમા તેનો મિત્ર મૃત્યુ પામ્યો હતો. તે સમયે અલેરેડ હાઇસ્કૂલમા હતો. આવી સ્થિતિમા તેને હાઇસ્કૂલ અને ગ્રેજ્યુએશન પૂરુ કરવા સિવાય એક વર્ષ માટે ડ્રગ, આલ્કોહોલ અને નિકોટિનનો રીપોર્ટ કરવા સાથે ૧૦ વર્ષ સુધી ચર્ચ જવાની સજા આપવામા આવી હતી.
એક અહેવાલ મુજબ ૨૦૦૮ મા એન્ડ્રુને પોતાની કારમાં મોટેથી સંગીત સાંભળવા બદલ ૧૨૦ પાઉન્ડ એટલે કે લગભગ ૧૧ હજાર રૂપિયાનો દંડ કરવામા આવ્યો હતો. તે પોતાનુ પ્રિય મ્યુઝિકલ રેપ સાંભળી રહ્યો હતો. તે જ સમયે અદાલતના ન્યાયાધીશે કહ્યું કે તે આ દંડ ઘટાડીને ૩૦ પાઉન્ડ કરશે પરંતુ બદલામા વેક્ટરને ૨૦ કલાક સુધી બીથોવન, બેચ અને શોપેનનુ શાસ્ત્રીય સંગીત સાંભળવુ પડશે.
સ્પેનના અંદાલુસિયામાં રહેતા ૨૫ વર્ષીય યુવકના માતા-પિતાએ તેને પોકેટ મની આપવાનું બંધ કરી દીધા બાદ આ મામલો કોર્ટમા આવ્યો. જો કે ઉલટામા કોર્ટે તેને સજા ફટકારી હતી કે આગામી ૩૦ દિવસની અંદર તેણે માતા-પિતાનુ ઘર છોડીને પોતાના પગ ઉપર ઉભુ થવુ પડશે.