તમે ખાડા-ટેકરાવાળા અને વાકા-ચુકા રસ્તાઓ પર ચાલ્યા જ હશો. આ રસ્તાઓ એટલા જોખમી નથી હોતા કે, જેના પર આપણને ચાલવામાં ડર લાગે. પરંતુ આજે અમે તમને દુનિયાના એવા ભયાનક રસ્તાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના પર ચાલવામાં કોઈ પણ વ્યક્તિ સફળ નથી થયું. આ રસ્તાઓ એટલા ખતરનાક છે કે, દરેક ક્ષણે મૃત્યુનો ભય વધતો જાય છે. આ માર્ગો પર ચાલવાનું તો ઠીક, પરંતુ તેને જોઈને જ લોકો ધ્રુજવા લાગે છે.
સ્પેનના દક્ષિણ વિસ્તારમાં 110 વર્ષ જૂનો ‘એલ કેમિનિટો ડેલ રે’ માર્ગ વિશ્વના સૌથી ખતરનાક રસ્તાઓમાંનો એક છે. તેને ‘કિંગ્સ પાથ-વે’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વર્ષ 1905 માં બનાવવામાં આવ્યો હતો. આ ખતરનાક રસ્તાને હાઈડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટમાં કામ કરતા મજૂરો માટે બનાવવામાં આવ્યો હતો. જો કે, આ રસ્તાને વર્ષ 2000 માં બંધ કરી દેવામાં આવ્યો, કારણ કે, આ રસ્તો પસાર કરતી વખતે બે લોકો મોત થયા હતા.
પશ્ચિમ ચીનના ગુલુકાન ગામના બાળકો એક શાળા ભણવા માટે આ ખતરનાક માર્ગમાંથી પસાર થાય છે. 5000 ફૂટ લાંબો આ રસ્તો એક ખડક પર બનાવવામાં આવ્યો છે, જેને ‘ક્લિફ પાથ’ તરીકે ઓળખવામાં આવે છે.
ચીનનો ‘હુશાન ક્લિફસાઇડ પાથ’ હુશાન ઑરડૉસ લૂપ વિભાગના શાનક્સી પ્રાંતના ક્વિલિંગ પર્વતોના પૂર્વ છેડા પર સ્થિત છે. અહીં હુશાનની ઉત્તરી ટોચથી 1614 મીટરની ઉંચાઇ પર બે રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. તે ‘હુઆ શાન યુ’ તરીકે પ્રખ્યાત છે. અહીં ઘણા પ્રવાસીઓ આવે છે. સરકારે અહીં સુરક્ષાવ્યવસ્થા પણ ગોઠવી છે, પરંતુ તેમ છતાં અહીં દર વર્ષે દુર્ઘટના થાય છે.
ફ્રાન્સના પીયરે ડી ઇંટ્રીમોન્ટમાં આવેલ ‘રોચ વેયરાંડ’ની મુલાકાત દરેક લોકો લઈ શકતા નથી. આ રસ્તા પર ચાલવામાં મજબૂત કાળજા વાળા લોકો ધ્રુજીવા લાગે છે.
ચીનના હુનાન પ્રાંતના યુએયાંગમાં ચીનની સ્પાઇડર મેનની અમેઝિંગ આર્મીએ પોતાના જીવનને દાવ પર લગાવી 300 મીટરની ઉંચાઈએ આ રસ્તો બનાવ્યો છે. આ જોખમી રસ્તો જોઇને લોકો ધ્રુજી ઉઠે છે.