આપણે ઘણા પ્રકારના મ્યુજીયમ વિશે સાંભળ્યું અને જોયુ પણ હશે, પરંતુ તમે ક્યારેય ચોકલેટ મ્યુજીયમ વિશે સાંભળ્યું છે. ચોકલેટના પ્રેમીઓ માટે એક સારા સમાચાર છે કે ચોકલેટ મ્યુઝિયમ પણ ખુલી ગયુ છે. આ અનોખા મ્યુજીયમની શરૂઆત 13 સપ્ટેમ્બરના રોજ સ્વીટજરલેન્ડના જ્યુરીખ શહેરમાં થઇ હતી.
65,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા આ મ્યુજીયમનું નામ ‘લીંટ હોમ ઓફ ચોકલેટ’ છે. આ અનોખા મ્યુજીયમની અંદર જતા બધી જ વસ્તુઓ ચોકલેટની બનેલી જોવા મળે છે. આટલું જ નહીં, આ મ્યુજીયમમાં 30 ફૂટ ઉંચાઈનો ફુવારો પણ છે, જેને આકર્ષણનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. આ મ્યુજીયમ અનોખું છે. તેમાં વિશ્વની સૌથી મોટી લીંટ ચોકલેટની દુકાન પણ છે, જેનું ઉદઘાટન વિશ્વના મહાન ટેનિસ ખેલાડી ‘રોજર ફેડરર’ દ્વારા કરવામાં આવ્યું છે.
આખા વિશ્વમાં જ્યુરીખ શહેરને ચોકલેટની રાજધાની કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ શહેરમાં ઉત્પાદિત ચોકલેટ સૌથી સારી ગુણવત્તાવાળી અને સ્વાદિષ્ટ હોય છે. સ્વિસ ચોકલેટ બનાવટનો ઇતિહાસ જાણવા માટે આ મ્યુજીયમ ખરેખર સારી જગ્યા છે.
આ અનોખા મ્યુજીયામમાં આવતા લોકો તેમની સાથે ઘરે ભેટ પણ લઇ જઈ શકે છે. આ સાથે, લોકોને અહીં ચોકલેટ પોતાના હાથથી બનાવવાની તક આપવામાં આવે છે. આ મ્યુજીયમમાં કોકો બીન્સના ઉત્પાદનની શરૂઆત, પ્રારંભિક ચોકલેટ ઉત્પાદનનો ઇતિહાસ અને તેના સમગ્ર સાંસ્કૃતિક વારસોના ઇતિહાસની પણ જોવા મળશે.
‘લીંટ હોમ ઓફ ચોકલેટ’માં પણ કેફેટેરિયાની તર્જ પર ચોકલેટીરિયા પણ છે, જ્યાં લોકો કોફીની જેમ તેમની પસંદગીની ચોકલેટ બનાવીને તેનો સ્વાદ લે છે.