જાણો ભારતમાં આવેલી વિશ્વની સૌથી લાંબી અને ઉંચી ‘અટલ ટનલ’ વિષે…

235

ભારતમાં હિમાચલ પ્રદેશ અને લેહને જોડતી રોહતાંગમાં બનાવવામાં આવેલ ટનલને પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી નામ આપવામાં આવ્યું છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા બનાવવામાં આવેલી આ ટનલના નિર્માણમાં શ્રી વાજપેયીના યોગદાનને ધ્યાનમાં રાખીને તેમના જન્મદિવસ 25 ડિસેમ્બરે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ટનલના નામકરણને ભારત સરકારના મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ ટનલ વિશ્વની સૌથી ઉંચી લાંબી અને ટનલ છે.

શ્રી અટલ બિહારી વાજપેયી દેશના વડા પ્રધાન હતા ત્યારે 3 જૂન, 2000 ના રોજ રોહતાંગમાં વ્યૂહાત્મક મહત્વની આ ટનલ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. 26 મે 2002 ના રોજ ટનલના દક્ષિણ ભાગને જોડતા રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા.

8.8 કિલોમિટર લાંબી અને 3000 મીટર ઉંચાઇ ધરાવતી આ ટનલ વિશ્વની સૌથી લાંબી ટનલ છે. આ માર્ગ દ્વારા મનાલીથી લેહનું 46 કિમી અંતર ઓછું થઈ જાય છે. તેમજ પરિવહન ખર્ચમાં પણ કરોડો રૂપિયાનો ફાયદો થશે. આ 10.5 મીટર પહોળા ટુ-લેન વાળી ટનલ છે, આ ટનલમાં ફાયર સેફટી રાખવામાં આવી છે. આ ઉપરાંત, ઇમરજન્સી કાર્ય માટે આ ટનલની સાથે બીજી એક ટનલ બનાવવામાં આવી છે.

આ ટનલના નિર્માણ દરમિયાન, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનને અનેક ભૌગોલિક અને હવામાન સંબધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને સેરી નાલા ફોલ્ટક ઝોનના 587 મીટર વિસ્તારમાં બાંધકામનું કામ તદ્દન જટિલ અને મુશ્કેલ હતું. 15 ઓક્ટોબર 2017 ના રોજ, ટનલના બંને છેડા પર માર્ગ નિર્માણનું કામ પૂર્ણ થયું હતું.

એક અખબારી યાદી મુજબ ટૂંક સમયમાં આ ટનલનું બાંધકામ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આનાથી હિમાચલ પ્રદેશના સરહદી વિસ્તારો અને લડાખની વચ્ચેના માર્ગમાં ટ્રાફિક થશે નહીં

Previous articleજાણો આ યુવતી વિષે કે, જેણે પગ વડે તીર મારી બનાવ્યો રેકોર્ડ…
Next articleજાણો આ દેશના રાષ્ટ્રપતિ વિષે કે જેને મારવા માટે ૬૦૦ વાર પ્રયાસ કરવામાં આવ્યો છે છતાં પણ તે જીવીત રહે છે.