ગિનીસ બુક ઓફ રેકોર્ડ્સે “કેન તનાકા”ને વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા તરીકે માન્યતા આપી છે, તાજેતરમાં સુપરસ્ટ્રેટ્રિયને વધુ એક રેકોર્ડ તોડ્યો છે. તે જાપાનની સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. કેન તનાકા શનિવારે 117 વર્ષ અને 261 દિવસના થયા.
અગાઉનો રેકોર્ડ જાપાની મહિલા ‘નબી તાજીમા’નો હતો, જેનું મૃત્યુ એપ્રિલ 2018 માં 117 વર્ષ અને 260 દિવસની ઉંમરે થયું હતું. કેન તનાકા જાપાનના ફુકુઓકા શહેરમાં એક નર્સિંગ હોમમાં રહે છે. સોડા અને ચોકલેટને ચાહતા તનાકાનો જન્મ 2 જાન્યુઆરી, 1903 ના રોજ ફુકુઓકા શહેરના પૂર્વ ભાગમાં વજીરોના ગામમાં થયો હતો.
તેણે આ સિદ્ધિની ઉજવણી કોકોની બોટલથી કરી હતી અને તેના ચહેરાનો ફોટો છાપેલું ટી-શર્ટ પહેર્યું હતું. આ ટી-શર્ટ તેને તેના પરિવારના સભ્યો દ્વારા આપવામાં આવ્યું હતું. તેના 60 વર્ષીય પૌત્ર ઇઝી તનાકાએ ક્યોદો ન્યૂઝ એજન્સીને કહ્યું કે, તેના દાદીની તબિયત ખુબ જ સારી છે.
તેણે કહ્યું કે, ‘કોરોના વાયરસના રોગચાળાને કારણે પારિવારિક મુલાકાત પર પ્રતિબંધ હોવા છતાં, દરરોજ તેના જીવનનો આનંદ માણી રહી હતી.’ એક પરિવાર તરીકે, અમે આ રેકોર્ડ પર ખુશ અને ગર્વ અનુભવીએ છીએ.
ફુકુઓકાના મેયર ‘સોઈચિરો તકાશિમા’એ એક નિવેદન બહાર પાડીને તનાકા પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું, જે મીજી, તાયશો, શોવા, હેઇસી અને રીવા યુગમાંથી પ્રત્યેકમાં રહી ચૂકેલા છે અને તેમના જીવનના વિવિધ અનુભવો પણ છે. અહેવાલ મુજબ તેમણે તનાકાને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી.