સવારેનો નાસ્તો તંદુરસ્ત હોવો ખૂબ જ જરૂરી છે. તેથી આપણે નાસ્તામાં દુધથી લઈને કેળા, દહીં વગેરે વસ્તુઓ ભેગી કરીએ છીએ જેમાં ફાઇબર અને કેલ્શિયમનું પ્રમાણ ભરપુર હોય છે. પરંતુ આપણે આપણા નાસ્તામાં વિટામિન સી જેવી ખાદ્ય વસ્તુઓનો પણ સમાવેશ કરવો જોઇએ. તે ઉર્જા અને રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. તે માટે તમારે નાસ્તામાં એક ફળ એવું ખાવું જોઈએ જે વીટામીન સીથી ભરપૂર હોય. તમે નાસ્તામાં અનાનસનો સમાવેશ કરી શકો છો. તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
અનાનસમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે. આ ઉપરાંત તેમાં ફાઈબર અને મેંગેનીઝ જેવા ખનીજ પણ જોવા મળે છે. તેમાં એન્ટીઓક્સીડેટ પણ હોય છે, જેનાથી તે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને આપણા શરીરને રોગોથી બચાવે છે. રોજ નાસ્તામાં અનાનસનો ઉપયોગ કરવાના ઘણા બધા ફાયદાઓ છે. તે ત્વચા સબંધિત બધા જ દુખો દુર કરે છે.
અનાનસમાં ઘણા પોષક તત્ત્વો જોવા મળે છે. તેમાં ફ્રુટોઝનનો જથ્થો પણ હોય છે, જેનાથી આપણને ઉર્જા મળે છે. તેના એક ટુકડામાં લગભગ 42 કેલરી હોય છે, પરંતુ તેમાં ચાર ટકા કાર્બ્સ હોય છે, જેનાથી આપણું પેટ સંપૂર્ણ ભરેલું લાગે છે. તેનાથી આપણને વજન ઓછુ કરવામાં મદદ મળે છે.
દરરોજ નાસ્તામાં અનાનસનો સમાવેશ કરવાથી પેટની સમસ્યાઓથી પણ રાહત મળે છે. બાયોટેકનોલોજી રિસર્ચ ઇન્ટરનેશનલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, અનાનસ ગતિની સમસ્યાને દૂર કરવા માટે અસરકારક છે. તેને ખાવાથી આપણી પાચક શક્તિ સુધરે છે.
અનાનસ વિટામિન સીથી ભરપુર માત્રામાં હોય છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ સિવાય તેમાં એવા ઘટકો પણ હોય છે જે બળતરા ઘટાડે છે. તેને ખાવાથી ચહેરા પર ચમક આવે છે અને ચહેરા પરના ડાગ પણ સાફ થાય છે.