કેટલાક લોકો વજન ઘટાડવાનો પ્રયત્ન કરે છે, તો કેટલાક લોકો વજન વધારવાનો પ્રયત્ન કરે છે પરંતુ ઘણા પ્રયત્નો કર્યા પછી પણ તેમનું શરીર યોગ્ય થતું નથી. કેટલાક ફળોમાં વધારે કેલરી હોય છે અને તે વજન વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલું જ નહીં, આ ફળોમાં વિટામિન અને મિનરલ્સ પણ ભરપુર પ્રમાણમાં હોય છે. ચાલો તેના વિશે જાણીએ.
કેળા :- જો તમારે વજન વધારવું હોય તો કેળાથી સારો બીજો કોઈ ઉપાય નથી. કેળા માત્ર પૌષ્ટિક જ નથી, પરંતુ તેમાં સારી માત્રામાં કાર્બ્સ અને કેલરી પણ છે. એક કેળામાં 105 કેલરી, 1 ગ્રામ પ્રોટીન, 0.4 ગ્રામ ચરબી, 27 ગ્રામ કાર્બ્સ, 3 ગ્રામ ફાઇબર અને 26 ટકા વિટામિન બી6 હોય છે. કેળાને ઓટમીલ, જ્યુસ કરીને અથવા દહીં સાથે ખાવાથી વજન વધારી શકાય છે.
નાળિયેર :- નાળિયેરમાં અનેક પ્રકારના ગુણધર્મો જોવા મળે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં કેલરી, ચરબી અને કાર્બ્સ સારી માત્રામાં હોય છે, જે વજન વધારવા માટે ફાયદાકારક છે. 28 ગ્રામ નાળિયેરના પલ્પમાં 99 ટકા કેલરી, 1 ગ્રામ પ્રોટીન, 9.4 ગ્રામ ચરબી, 4.3 ગ્રામ કાર્બ્સ, 2.5 ગ્રામ ફાઇબર, 17% મેંગેનીઝ અને 5% સેલેનિયમ હોય છે. તેને ફ્રૂટ સલાડ અથવા જ્યુસ કરીને પણ પીઈ શકાય છે.
કેરી :- કેરી એક સ્વાદિષ્ટ અને અનેક પોષક તત્ત્વોથી ભરપુર ફળ છે. કેળાની જેમ કેરીમાં પણ કેલરીનો સારો સ્રોત છે. એક કેરીમાં (165 ગ્રામ) માં 99 કેલરી, 1.4 ગ્રામ પ્રોટીન, 0.6 ગ્રામ ચરબી, 25 ગ્રામ કાર્બ્સ, 3 ગ્રામ ફાઈબર, 67% વિટામિન સી અને 18% ફોલેટ હોય છે. આ ઉપરાંત કેરીમાં વિટામિન બી, એ અને ઇ પણ હોય છે. જે વજન વધારવા માટે ફાયદાકારક છે.
ડ્રાઈફ્રુટ :- ડ્રાઈફ્રુટમાં બિલકુલ પણ પાણીની માત્ર હોતી નથી. ડ્રાઈફ્રુટમાં ખૂબ પૌષ્ટિક તત્વ હોય છે. ડ્રાઈફ્રુટનો એનર્જીની સાથે વજન વધારવામાં પણ ફાયદાકારક છે. ડ્રાઈફ્રુટમાં કુદરતી મીઠાશ હોય છે, તેથી તેનું સેવન ચરબી અથવા પ્રોટીન યુક્ત ખોરાક સાથે કરવું જોઈએ. વજનમાં વધારવા માટે જરદાળુ, અંજીર, કાળી દ્રાક્ષ, લીલી દ્રાક્ષ અને આલુ બદામ ખુબ જ ફાયદાકારક છે.
ખજૂર :- ખજૂર મોટાભાગે પશ્ચિમી દેશોમાં વધારે જોવા મળે છે. ખજૂર પોષક તત્ત્વોથી ભરપૂર છે. 24 ગ્રામ ખજૂરમાં 66.5 કેલરી, 0.4 ગ્રામ પ્રોટીન, 0.1 ગ્રામ ચરબી, 18 ગ્રામ કાર્બ્સ, 1.6 ગ્રામ ફાઇબર, 4% પોટેશિયમ અને 3% મેગ્નેશિયમ હોય છે. આ ઉપરાંત ખજૂરમાં કોપર, મેંગેનીઝ, આયર્ન અને વિટામિન બી 6 પણ સારી માત્રામાં હોય છે. કેલરીની માત્ર વધારવા માટે, તમે તેને માખણ અથવા નાળિયેર સાથે મિક્સ કરી ખાઈ શકો છો.