વ્યસ્ત જીવનશૈલી, તણાવ અને અયોગ્ય ખોરાકને કારણે આપણું વજન ઝડપથી વધી રહ્યું છે. વજન વધારાની સમસ્યા આજે સામાન્ય બની ગઈ છે, પરંતુ શું તમે જાણો છો કે, આ સ્વાસ્થ્ય સંબંધી અનેક ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે. જાડાપણું અથવા વજન વધારો કોઈ પણ રીતે શરીર માટે ફાયદાકારક નથી. તેથી જો તમારું વજન સામાન્ય છે તો તે બરાબર છે, પરંતુ જો તે વધારે હોય તો તેને ઘટાડવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ વજન ઘટાડવા માટેની પાંચ આવશ્યક ટીપ્સ વિશે, જેને તમે ધ્યાનમાં રાખશો, તો પછી તમે તમારું વજન ઝડપથી ઘટાડી શકશો.
વજન ઘટાડવા માટે ઓછા કાર્બોહાઈડ્રેટ કે કાર્બોહાઈડ્રેટ વિનાનો આહાર ખૂબ જ ફાયદાકારક છે. જો કે, કાર્બોહાઇડ્રેટ શરીર માટે પણ જરૂરી છે, તેથી તમારા આહારમાં ઓછા કાર્બોહાઇડ્રેટ વાળી ચીજો જેવી કે, મગ દાળ, રાજમા, બદામ વગેરેનો સમાવેશ કરવો જોઈએ.
વજન ઘટાડવા માટે સારી ઉંઘ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે, ઘણીવાર એવું જોવા મળે છે કે જે લોકોને સૂવાનો અને ઉઠવાનો સમય યોગ્ય નથી હોતો, તેનું વજન વધારે હોય હોય છે અને તેમને અનેક રોગો પણ થતા હોય છે. તેથી સમયસર સૂવું અને સમયસર ઉઠવું મહત્વપૂર્ણ છે અને ઓછામાં ઓછી 7-8 કલાકની ઉંઘ લેવી જોઇએ.
લોકો વજન ઘટાડવા માટે ડાયેટિંગ કરે છે, પરંતુ આની સાથે કસરત પણ ખૂબ મહત્વની છે. જો તમે તમારું વજન ઓછું કરવા ઇચ્છતા હોવ, તો નિયમિત કસરત કરો, જેનથી તમારો વજન ઝડપથી ઘટશે.
નવશેકું પાણી તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. વજન ઘટાડવા માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછું અઢીથી ત્રણ લિટર નવશેકું પાણી પીવો. આનથી પાચન તંત્ર પણ યોગ્ય રહે છે અને ભૂખ ઓછી લાગે છે, ગરમ પાણી વજન ઘટાડવા માટે ખુબ ફાયદાકારક છે.
વજન ઓછું કરવા માટે ક્યારેય ખોરાક ઓછો ખાવો ન જોઈએ. ઘણા લોકો એવા છે કે, જેઓ વજન ઘટાડવા માટે દિવસમાં એક કે બે ટકનું જ ભોજન કરે છે, કારણ કે તેઓને થાય છે કે, આનાથી વજન ઓછું થાય છે, પરંતુ આનાથી વજન ઓછું થતું નથી. વજન ઘટાડવા માટે સંતુલિત આહાર લેવો જોઈએ. આનાથી વજન વધતું નથી અને શરીર સ્વસ્થ રહે છે.