Homeરસોઈશું તમે પણ વપરાયેલા તેલમાંથી બીજી વાર ખોરાક બનાવો છો તો થઈ...

શું તમે પણ વપરાયેલા તેલમાંથી બીજી વાર ખોરાક બનાવો છો તો થઈ જાવ સાવધાન? નહિતર થશે મોટું નુકસાન…

મોટાભાગના લોકો જ્યારે તેમના ઘરે પુરીઓ, પાપડ, પકોડા, ભજીયા વગેરે તળે છે, ત્યારબાદ કડાઈમાં વધેલા તેલને ફરીથી ઉપયોગમાં લેવા માટે અલગ વાસણમાં કાઢી લે છે અને તે જ તેલ ફરીથી શાક બનાવવા અને અન્ય ચીજો રાંધવા માટે ઉપયોગમાં લે છે. અને ઘણા લોકો તો આ તેલનો ઉપયોગ બે થી ત્રણ વાર કરે છે. જ્યાં સુધી તે તેલનો સંપૂર્ણ ઉપયોગ ન થાય ત્યાં સુધી તેલને ઉપયોગમાં લે છે.

જો તમે પણ આવું કરો છો, તો સાવચેત રહો. એકવાર વાપરેલા તેલનો વારંવાર ઉપયોગ કરવાથી તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. જો તમે વપરાયેલા તેલને ફરી ઉપયોગમાં લો તો તેલના રસાયણોમાં બદલાવ આવી જાય છે. આ બદલાવ તેલને ઝેર સમાન બનાવી દે છે. તેલને જેટલીવાર ગરમ કરવામાં આવે તેટલી વાર તેમાં ઝેરી તત્વોની માત્રા વધતી જાય છે.

તેલને જેટલી વાર ગરમ કરવામાં આવે છે. તેટલી વાર તેના અણુઓમાં પરિવર્તન આવે છે. જેનાથી તેમાં રહેલા પોષકતત્ત્વો નાશ પામે છે અને શરીર પર તેની આડ અસર થાય છે. નિષ્ણાતોનાં મતે ભોજનમાં તેલનો ઉપયોગ ખૂબ જ ઓછી માત્રામાં કરવો જોઇએ. તેમ જ તેલનો ઉપયોગ કરો ત્યારે તેને ફરીવાર ઉપયોગમાં લેવાનું ટાળવું જોઇએ. તો ચાલો જાણીએ તેનાથી ક્યાં રોગો થાય છે. 

– વારંવાર તેલ ગરમ કરવાથી તેમાં ધીરે ધીરે મુક્ત રેડિકલ્સનું નિર્માણ થાય છે.

– આને કારણે આ તેલમાં એન્ટી ઓક્સિડેન્ટનું પ્રમાણ સમાપ્ત થવા લાગે છે જેના કારણે શરીરમાં કેન્સરના સૂક્ષ્મજંતુઓ પેદા થાય છે.

– આવા તેલમાંથી બનાવેલ ખોરાક ખાવાથી કેન્સરના સૂક્ષ્મજીવો શરીરમાં પેદા થાય છે. જે કેન્સર થવાનું જોખમ વધારે છે.

– વપરાયેલા તેલથી બનાવેલ ભોજનના સેવનથી શરીરમાં કોલેસ્ટરોલનું પ્રમાણ પણ વધે છે.

– આટલું જ નહીં, લોકોને એસિડિટી અને હાર્ટને લગતી બીમારીઓ પણ થાય છે. આમ આ કારણોથી એક જ તેલનો વારંવાર ઉપયોગ ન કરવો જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments