Homeધાર્મિકવ્યાસેશ્વર મહાદેવ: વડોદરા નજીક આવેલા આ મંદિરે બેસીને મહર્ષિ વેદવ્યાસે વેદો લખ્યા...

વ્યાસેશ્વર મહાદેવ: વડોદરા નજીક આવેલા આ મંદિરે બેસીને મહર્ષિ વેદવ્યાસે વેદો લખ્યા હતા

વડોદરા નજીક આવેલા દેણા ગામમાં આવેલુ વ્યાસેશ્વર મહાદેવ મંદિર દેણા ગામમાં આવેલા વ્યાસેશ્વર મહાદેવ મંદિર માટે બે કથાઓ પ્રચલિત છે દૂઝણી ગાયે આપોઆપ દૂધની ધારા વરસાવી ત્યાં ખોદતા શિવલિંગ મળ્યું વેદવ્યાસે અહીં બેસીને વેદોનું લેખન કર્યું હોવાથી મહાદેવને વ્યાસેશ્વરની ઓળખ મળી.

હિમાલય જગતનું છાપરું છે, જેનું ઉત્તુંગ શિખર છે કૈલાશ જ્યાં દેવાધિદેવ મહાદેવનો વાસ છે. સનાતન ધર્મના દેવી દેવતાઓના પવિત્ર ધામો પર્વત શિખરો પર આવેલા છે, એટલે શ્રદ્ધાના બળે શિખરો ચઢો ત્યારે દેવના દર્શનનું સુખ મળે, પરંતુ, વડોદરાને અડીને આવેલા એક પ્રાચીન શિવાલયમાં ભગવાન શિવ જાણે કે,પાતાળ લોકમાં વસે છે. અહીં મહાદેવને પૂજવા પગથિયાં ચઢીને નહીં પણ ઉતરીને જવું પડે છે.વ્યાસેશ્વર મંદિર શિવ ભક્તો માટે પરમ આસ્થાનું સ્થળ છે.

આ દર્શનીય શિવાલય વડોદરાની ઉત્તર દિશાએ હાઇવેને અડીને આવેલા દેણા ગામે આવેલું છે. આ જગ્યાએ દુમાડ થઇને પણ જઈ શકાય છે. હકીકતમાં ભગવાન મહાદેવે જાણે કે, દેણા અને દુમાડ ગામના સીમાડાઓના મિલન સ્થળે ઘર વસાવ્યું છે. આ શિવજી વ્યાસેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. શિવ ભક્તો માટે આ પરમ આસ્થાનું સ્થળ છે. મંદિરના પૂજારી ઉમેશભાઇ ગોસાઇએ જણાવ્યું હતું કે, આ સ્થળ માટે બે શ્રદ્ધા કથાઓ પ્રચલિત છે. શિવજી અહીં બિરાજ્યા એને દૂઝણી ગાયે આપો આપ દૂધની ધારા વરસાવી ત્યાં ખોદતા શિવલિંગ મળ્યું હતું.

એ રાત્રે શિવજી ફરી સપનામાં આવ્યાં અને ફરીથી પોતાને બહાર કાઢવા આગ્રહ કર્યો એટલે વણિકે બીજા દિવસે પોતાની દેખરેખ હેઠળ વધુ ઉંડે સુધી ખોદાવ્યું અને શિવ સ્વરૂપ શિવલિંગ મળ્યું. એ ખાડામાં જ શિવજીની સ્થાપના કરતાં તેઓ જાણે કે, પાતાળલોકમાં વસ્યા. ખોદાણ દરમિયાન કોદાળીનો એક ઘસરકો શિવલિંગને વાગ્યો જેનું નિશાન આજે પણ તેના પર જોઈ શકાય છે.

મહર્ષિ વેદવ્યાસ અહીં બેસીને વેદો લખ્યા હોવાની માન્યતા બીજી કથા પ્રમાણે મહર્ષિ વેદ વ્યાસે અહીં બેસીને વેદોનું લેખન કર્યું હોવાથી આ મહાદેવને વ્યાસેશ્વરની ઓળખ મળી છે. શ્રદ્ધાળુ અમિષ દાદાવાલાએ જણાવ્યું હતું કે, આ શિવાલયની પાસેથી જ વિશ્વામિત્રી વહે છે. નજીકમાં પાવાગઢ મહર્ષિ વિશ્વામિત્રની તપોસ્થળી હતી અને આ નદી વડોદરાને જાણે કે, તેમના વરદાન રૂપે મળી હતી, જોકે, આપણે એ વરદાનને સાચવી શક્યા નથી, એ એટલું દુઃખદ સત્ય છે. અત્યારે અહીં નદીમાં પાણીને નામે લાલ રંગનો રગડો વહેતો જોવા મળે છે.માટેની પ્રથમ કથા મુજબ એક ગૌપાલક વણિકની એક દૂઝણી ગાય રોજ ચરીને આવે તે પછી દૂધ આપતી ન હતી.

શિવજી સપનામાં આવ્યા અને કહ્યું કે, તું એ જગ્યાએ ખોદકામ કરાવ આ અંગે વણીકે ગાયો ચારનાર ગોવાળિયાની પૃચ્છા કરી વેદવ્યાસે અહીં બેસીને વેદોનું લેખન કર્યું હોવાથી મહાદેવને વ્યાસેશ્વરની ઓળખ મળી હતી

આ શિવધામને ભાવિકોએ નવું કરી દીધું છે, કવિએ કહ્યું છે કે, શ્રદ્ધાની વાતના પુરાવા ન હોય. કથા કોઈપણ હોય અહીં ભગવાન શિવનો વાસ છે એ જ સૌથી મોટો પુરાવો છે. આ સ્થળ માટે કોઈ ઐતિહાસિક લખાણો ઉપલબ્ધ નથી, પરંતુ, એક સમયે લગભગ જીર્ણ શિર્ણ થયેલા આ શિવધામને ભાવિકોએ લગભગ નવું કરી દીધું છે. ભવ્ય દ્વારની વચ્ચે મોકળું શિવ આંગણ છે જ્યાં પવિત્ર તુલસીનો ઉછેર તેને વૃંદાવન બનાવે છે. અહીં ધાર્મિક અને પારિવારિક પ્રસંગો માટે સુવિધા ઉપલબ્ધ છે. શિવાલયની સામેની ખુલ્લી જગ્યામાં પૂજારી પરિવારના વંશજો અને સભ્યોની સમાધિઓ આવેલી છે.

શિવાલયની સામેની ખુલ્લી જગ્યામાં પૂજારી પરિવારના વંશજો અને સભ્યોની સમાધિઓ આવેલી છે, દેવાધિદેવના સાનિધ્યમાં બેસીને સાંત્વના અને શક્તિ મેળવવાની જગ્યા છે થોડીક વનરાજી ઉછેરવામાં આવે તો આ સ્થળ વધુ રમણીય બની શકે છે. ભક્તોએ અહીં શિવજીને પ્રિય બીલીનું વન ઉછેરવાનો પ્રયાસ કરવા જેવો છે. શિવાલય એ સાંસારિક વ્યાધિઓ મનને વિચલિત કરે, ત્યારે દેવાધિદેવના સાનિધ્યમાં બેસીને સાંત્વના અને શક્તિ મેળવવાની જગ્યા છે.

વ્યાસેશ્વરની આ જગ્યા એની અનુભૂતિ કરાવે છે તો અચરજની વાત જાણવા મળી, એણે કહ્યું કે, આ ગાય જ્યારે ચરતી ચરતી એક ચોક્કસ જગ્યાએ આવે છે, ત્યારે એના થાનમાંથી આપોઆપ દૂધ ધારા વહેવા લાગે છે. વણિકને આ વાતમાં વિશ્વાસ ન બેઠો એટલે ગોવાળિયાએ એને રૂબરૂ આવી ખાત્રી કરવા કહ્યું. રૂબરૂમાં આ ઘટના નિહાળી એને પરમ આશ્ચર્ય થયું. તે રાત્રે શિવજી એના સપનામાં આવ્યાં અને કહ્યું કે, તું એ જગ્યાએ ખોદકામ કરાવ, હું ત્યાં દટાયેલો પડ્યો છું. આસ્થાવાન વણિકે મજૂરોને કામે લગાડી ખુબ ઉંડે સુધી ખોદાવ્યું પણ કશું ના મળ્યું. એટલે મજૂરોએ ખોદકામ પડતું મૂક્યું.

હર હર મહાદેવ, તમને આ મંદિર વિશેની પોસ્ટ કેવી લાગી એ અમને કોમેન્ટ બોકસમાં જરૂર જણાવજો, અને આવી અવનવી પોસ્ટ વાંચવા માટે લાઈક કરો આપણા આ પેજને. તમારે પણ જો આ મંદિર તરફ જવાનું થાય તો દર્શનનો લ્હાવો જરૂર લેજો.

પોસ્ટ સૌજન્ય:- તૃષાર પ્રજાપતિ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments