Homeખબરકેમ અડધી રાત્રે અમદાવાદ શહેર ને લોક કરવામાં આવ્યું હતું, સિલ્વર કારમાં...

કેમ અડધી રાત્રે અમદાવાદ શહેર ને લોક કરવામાં આવ્યું હતું, સિલ્વર કારમાં સવાર 4 સકમંદોએ આખા અમદાવાદ પોલીસના શ્વાસ અધ્ધર કરી નાખ્યા, મધરાત્રે પોલીસે પાર પાડ્યું આ ઓપરેશન!

કોરોનાના ત્રણ લહેર બાદ અમદાવાદ શહેરમાં ફરી ધમધમાટ ચાલુ થઈ ગયો છે અને રાત્રે પણ યુવાનોની નાઈટ આઉટીંગના કારણે શહેર ધબકતું રહ્યું છે, પરંતુ બુધવારે રાત્રે 11.30 વાગ્યે શહેરમાં અચાનક લોકડાઉન થઈ ગયું હતું. શહેરના બ્રિજ, રોડ પર રાત્રે શહેરમાં જ્યાં પબ્લિક હતા ત્યાં તેમને રોકી દેવામાં આવ્યા હતા. એક કલાક સુધી ચાલેલા આ ક્રમમાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા કે શુ થયું છે અને કેમ આવું કરવામાં આવી રહ્યું છે!

1 જુલાઈના રોજ અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા યોજાવાની છે અને ગૃહમંત્રી પણ શહેરમાં આવી રહ્યા હોવાથી પોલીસ કેટલી સતર્ક છે તે જોવા હેતુ શહેરને લોક કરવામાં આવ્યું હતું.

ગણતરીની મિનિટોમાં નાકાબંધી
કંટ્રોલ રૂમમાંથી સંદેશા આવ્યા કે ચારેક શકમંદો સિલ્વર કલરની કારમાં ભાગી રહ્યા છે જેથી તેઓને તાત્કાલિક પકડવામાં આવે, તેથી ગણતરીની મિનિટોમાં જ શહેરને કોર્ડન કરીને બેરિકેડ કરવામાં આવ્યું. પોલીસની આ કાર્યવાહી બાદ લોકોમાં ખળભળાટ મચી ગયો હતો કે અચાનક પોલીસે આટલી મોટી સંખ્યામાં કાર્યવાહી કેમ કરી? શું શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ તો નથી બનવાનોને ?

એક-એક વાહન ચેક કરાયું
આ દરમિયાન પોલીસ દ્વારા એક પછી એક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું અને જે લોકો પર શંકા હોય તો તેમની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે સમગ્ર ઘટનાથી શહેરીજનો અજાણ હોવાથી તેમના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા હતા. અંતે સિલ્વર કલરની કારને શોધી રહેલી અમદાવાદ પોલીસે પકવાન ચાર રસ્તા પાસે શંકાસ્પદ કારને અટકાવી હતી.

એક કલાક ચાલુ રહી લોકડાઉન પ્રક્રિયા: જોઈન્ટ પોલીસ કમિશનર
આ અંગે અમદાવાદ શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયાને લોકડાઉન પ્રક્રિયા કહેવામાં આવે છે. જે એક કલાક સુધી ચાલી હતી. કોઈપણ સંજોગોમાં પોલીસને એલર્ટ કરવાની આ પ્રક્રિયા છે. પોલીસ કેટલી ઝડપથી આગળ વધી રહી છે તે જાણવા માટે પોલીસ કંટ્રોલ રૂમમાંથી મેસેજ કરવામાં આવ્યો હતો. આ સાથે પકવાન પાસેથી પોલીસે જપ્ત કરેલી સિલ્વર કારમાં સવાર પોલીસકર્મીઓ જ હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments