તમને પાલતુ પ્રાણી પસંદ છે તો સાવચેત થઈ જાઓ. અમેરિકાની એક ચોકવનારી ખબર સામે આવી છે. અમેરિકાના ઓહિયોમાં રહેતી એક મહિલાને પોતાના પાલતુ કૂતરાના કરાણ પોતાના હાથ-પગ ગુમાવવા પડ્યાં હતાં, ઘણાં ઓપરેશન બાદ તેનો જીવ બચાવવામાં આવ્યો. મહિલાએ ખૂબ શોકથી જર્મન શેફર્ડ કૂતરો પાળ્યો હતો, પરંતુ તેના કારણે મહિલાએ ખૂબ મોટી કિંમત ચુકાવવી પડી.
જણાવી દઈએ કે મૈરી નામની આ મહિલા કૂતરાને તાલીમ આપે છે. તે પોતાના પતિ સાથે ટ્રોપિકલ જંગલોમાં રજા માણવા ગઈ હતી. આ દરમિયાન તે અચાકન બેહોશ થઈ ગઈ. પતિ મૈન્થૂએ ઈમરજન્સી મદદથી તેને ઓહિયોના કૈન્ટન સ્થિત ઓલ્ટમૈન હોસ્પિટલમાં દાખલ કરાવી. નવ દિવસ સુધી તેને આઈસીયૂમાં રાખવામાં આવી. જ્યારે તેને હોશ આવ્યો, તો તે બંને હાથ અને પગ ગુમાવી ચુકી હતી. તેને બચાવવા માટે કુલ આઠ ઓપરેશન કરવામાં આવ્યાં.
ડોક્ટરોએ જણાવી-દુર્લભ બીમારી
ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, મહિલાને એક દુર્લભ બીમારી થઈ ગઈ હતી. તેમાં તેનો ચહેરાનો રંગ ઝડપથી બદલવા લાગ્યો. તે ક્યારેક રિંગણી તો ક્યારેક લાલ થઈ જતી હતી. શરીરમાં જગ્યા-જગ્યા પર લોહીના ગઠ્ઠા જમા થવા લાગ્યાં હતાં. ડોક્ટરો માટે આ બીમારીને સમજવી મુશ્કેલ હતીં.
કૂતરાને કિસ કરવાથી થઈ બીમારી
ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, મહિલાને આ બીમારી તેને કૂતરાથી લાગી હતી. કૂતરો કેપનોસાઈટોફેગા કેનીમોરસ નામના જીવાણુથી સંક્રમિત હતો. મહિલાએ તેને કિસ કર્યું હતું, જેથી તે પણ આ બીમારીથી ગ્રસ્ત થઈ ગઈ. આ ઘટના 2019 મે મહિનાની છે. રિપોર્ટસના અનુસાર, મહિલાની સારવારમાં લગભગ 14 લાખ રૂપિયા ખર્ચ થયાં, ત્યારે તેનો જીવ બચ્યો હતો.