આ છે દુનિયાની સૌથી ભયાનક જગ્યા, ત્યાં જવા માટે નહિ ચાલે ખોટી ફાકા-ફોજદારી, રાખવું પડશે કાળજામાં દમ!

36

દુનિયામાં એવી ડરામણી, ખતરનાક અને ભૂતિયા જગ્યાઓ આવેલી છે જેના વિશે માણસ જાણી નથી શક્યો અને વધુ જાણવા પણ નથી માંગતો. કારણ કે તે ક્યારેય આવા ડરામણા સ્થળોએ જવા માંગતો નથી. દુનિયામાં આવેલો આ ટાપુ ખૂબ જ ડરામણો અને ભૂતિયા કહેવામાં આવે છે. તો ચાલો તે ડરામણા ટાપુ વિશે જાણીએ કે તે ક્યાં આવેલા છે?

ભૂતિયા ટાપુ:
ઇટાલીની સુંદરતા આખી દુનિયામાં પ્રખ્યાત છે. સદીઓ જૂના શહેર, સંસ્કૃતિ અને જોવાલાયક સ્થળોને જોવા માટે દુનિયાભરમાંથી લોકો અહીં આવે છે. પરંતુ આ દેશની બીજી બાજુ પણ છે. તેનું નામ પોવેગ્લિયા ટાપુ છે. આ ટાપુ સાથે જોડાયેલી એક ભયાનક વાર્તા છે.

ડરામણો ટાપુ:
આ ટાપુને દુનિયાનો સૌથી ડરામણો ટાપુ પણ કહેવામાં આવે છે. આ જગ્યા 54 વર્ષથી બંધ છે. પ્રવાસીઓને અહીં જવાની પરવાનગી નથી. 1930 ની આસપાસ આ જગ્યા પર એક પાગલોની હોસ્પિટલ ચાલતી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાગલોની હોસ્પિટલના એક ડોક્ટરે ઊંચા ટાવર પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

જાણો દુનિયાના સૌથી ડરામણા જંગલની ભયાનકતા વિષે કે જેમાં તમારે મોતનો સામનો કરવો પડશે.

પાગલોની હોસ્પિટલ:
પોવેગ્લિયા ટાપુ વેની અને લિડો શહેરની વચ્ચે છે. એવું કહેવાય છે કે અહીં માનસિક રીતે બીમાર લોકોની સારવાર કરવામાં આવતી હતી. પાગલોની હોસ્પિટલ પછી નર્સિંગ હોમ ઘણા લાંબા સમય સુધી કાર્યરત હતું, પરંતુ 1968 માં સંપૂર્ણપણે તેને બંધ કરી દેવામાં આવ્યું હતું.

પ્લેગ રોગચાળો
અહીં 14મી સદીમાં પ્લેગ રોગચાળો ફેલાયો હોવાનું કહેવાય છે અને અંદાજિત 160,000 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પછી તમામ મૃતદેહોને આ સ્થળ પર દફન કરવામાં આવ્યા હતા. ત્યારથી આ સ્થળ શાપિત અને ભૂતિયા માનવામાં આવે છે. છેલ્લા 54 વર્ષથી અહીં કોઈ આવ્યું નથી. 2015માં સાઈટને રિડેવલપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહીં લક્ઝરી રિસોર્ટ શરૂ કરવાની વાત સામે આવી હતી. પણ તે શક્ય ન બની શક્યું.

જાણો મુંબઈ ના આ ૫ ભયાનક સ્થળ વિષે કે જ્યાં લોકોને વિચિત્ર અનુભવ થાય છે.

ભયાનક ટાપુ:
આ ટાપુ પર કોઈ સંસ્થા લાંબા સમય સુધી ટકી શકી નથી. અહીં કોઈ પણ જાતનું કોઈ કામ પૂરું થય શક્યું નથી. અહીં મોટાભાગે કંઈક નવાઈ કે આશ્ચર્ય થાય એવી ઘટના બનતી રહે છે. પરિણામે, ટાપુ કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

Previous articleવિશ્વની સૌથી મોટી પુરીના જગન્નાથ મંદિરની રથયાત્રાના અદભૂત ફોટા, ડ્રોનથી પાડવામાં આવ્યા ખાસ ફોટા
Next articleપરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ જવાબને બદલે લખ્યું હતું કંઈક આવું, તમે વાંચીને કહેશો કે આવા કેટલા સેમ્પલ છે!