લોકો જોઈને ઉડાવતા હતા મજાક પણ પોતાની કમજોરીને તાકત બનાવીને બની ગયો દુનિયાનો સહુથી નાનો બોડી બિલ્ડર

145

કહેવાય છે કે જો તમારી પાસે કંઈક કરવાની હિંમત હોય તો વ્યક્તિ કંઈપણ કરી શકે છે. પ્રતીક મોહિતે તેનું ઉદાહરણ છે. તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ 2022 માં નોંધાયેલું છે. 25 વર્ષીય પ્રતીક વિશ્વનો સૌથી નાની ઉચાઈ ધરાવતો બોડી બિલ્ડર બની ગયો છે.

પ્રતીકની ઉંચાઇ 103 સેમી એટલે કે 3 ફૂટ 4 ઇંચ છે. તેની નાની ઉંચાઈને કારણે, લોકો તેની મજાક ઉડાવતા હતા પણ પ્રતીકે કમજોરીની જગ્યાએ તેને બળ બનાવ્યું અને તેના કારણે આજે દુનિયામાં પ્રખ્યાત બની ગયો છે.

મહારાષ્ટ્રમાં રહેતા પ્રતીકના જન્મ સમયે પગ અને હાથનું કદ નાનું હતું. નાનપણમાં, તેને ઘણા મહેણાં સાંભળવા પડતા હતા. 16 વર્ષની ઉંમરે પ્રતિકે વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું. તેને ક્રિકેટનો પણ શોખ હતો. લોકો તેને શાળામાં ઠીંગણો કહેતા હતા. પરંતુ, આજે તે જ્યાં પણ જાય છે, લોકો તેને સેલિબ્રિટીનો દરજ્જો આપે છે.

પ્રતીક કહે છે, શરૂઆતમાં તેને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તે ડમ્બેલ્સ ઉપાડી શકતો ન હતો. પરંતુ, સતત પ્રેક્ટિસ કરવાથી આ કામ સરળ બન્યું. ટૂંક સમયમાં તેનું શરીર બનવા લાગ્યું અને તેનો ઉત્સાહ પણ વધવા લાગ્યો.

પ્રતીકે છેલ્લા 3 વર્ષમાં 41 સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. જ્યારે તે પ્રથમ વખત સ્ટેજ પર ગયો ત્યારે તેને જોઈને જે લોકો હસતા હતા. હવે એ જ લોકો તેમને આમંત્રણ આપે છે. પ્રતીક કહે છે કે લોકો તમારી મજાક ઉડાવશે, પરંતુ તમારે નિરાશ થવાની જરૂર નથી. બસ મહેનત કરતા રહો.

Previous articleભાઈ વગરની એક ગરીબ બેનનો દીકરો મામાને ત્યાં જવાની જીદ કરે છે અને રેડિયો પર ગીત સાંભળીને માં તેના દીકરાને કહે છે કે આ તારો મામો છે
Next articleસરકારી શાળાના વાઈસ પ્રિન્સિપાલે 27 લાખથી પણ વધુ રકમના 320 કરતા વધુ મોબાઈલ શાળાના ગરીબ વિદ્યાર્થીઓને ભેટ અપાવ્યા.