Homeજીવન શૈલીઓછા પૈસામાં રહેવા માટે આ સહુથી સારા અને સસ્તા દેશ..

ઓછા પૈસામાં રહેવા માટે આ સહુથી સારા અને સસ્તા દેશ..

આપણામાંથી ઘણા એવા લોકો છે જેઓ વિદેશમાં સ્થાયી થવાનું સ્વપ્ન જુએ છે, પરંતુ ખાલી ખિસ્સું જોઈને આપણે આ વાત ત્યાં જ પુરી કરી દઈએ છીએ. પરંતુ, આ વખતે અમે કેટલાક એવા દેશોનું લિસ્ટ લાવ્યા છીએ જ્યાં તમે ઓછા પૈસામાં પણ સારી લાઈફ સ્ટાઇલ સાથે જીવી શકો છો. આ લિસ્ટમાં ઘણાં નામો છે, જ્યાં તમે જવાનું વિચારી શકો છો.

1. નેપાળ

જો ભારત પહેલા સૌથી સસ્તા દેશ હોવાની લિસ્ટમાં કોઈ દેશ હોય તો એ છે નેપાળ. તે મોટાભાગના દેશોની તુલનામાં ખુબજ સસ્તો દેશ છે. એવું કહેવામાં આવે છે કે જો તમે તમારા જીવનસાથી સાથે મળીને 65000/- રૂપિયાથી વધુ કમાણી કરો છો, તો પછી તમે નેપાળમાં શ્રીમંત લોકોની શ્રેણીમાં ગણાશો.

અહીં તમે ઓછા પૈસામાં પણ તમારું જીવન ખૂબ સારી રીતે જીવી શકો છો. જો કે, નેપાળમાં ઘર લેવું એકદમ મુશ્કેલ છે. તમે વર્ક વિઝા વિના 150 દિવસથી વધુ અહીં રહી શકતા નથી. આ જ કારણ છે કે લોકો અહીં ટૂંકા સમય માટે આવે છે. અહીં લાંબા સમય રોકાવા આવતા લોકો પાસે વર્ક વિઝા હોય છે. નેપાળ વિશે વધુ એક વાત, કે અહીં થોડી થોડી વારમાં પાવર અને ઇન્ટરનેટ બંધ થઇ જવું ખૂબ સામાન્ય બાબત છે.

2. ભારત

ભારત એક એવો દેશ પણ છે જ્યાં તમારે રહેવાનું અને જમવાનું મોંઘુ નહિ પડે. અહીંની વિઝા પ્રક્રિયા ઘણી સારી બની ગઈ છે. જ્યાં સુધી ભાડાનો સવાલ છે, ગયા વર્ષે ભારત વિશ્વના 50 સસ્તા દેશોમાં બીજા ક્રમે હતો. કન્ઝયુમર ગુડ્સની કિંમત પણ અહીં ખૂબ ઓછી છે. કરિયાણાના ભાવો પણ અન્ય દેશોની તુલનામાં અહીં ઓછા છે.

એક વ્યક્તિ ભારતના કોઈ પણ મોટા શહેરમાં  25000/- ના માસિક ખર્ચમાં આરામથી રહી શકે છે. એક સર્વે અનુસાર, ભારતીયોની સ્થાનિક ખર્ચ શક્તિ 20.9% સસ્તી, ભાડા 95.2% સસ્તા, કરિયાણુ 74.4% સસ્તું અને સ્થાનિક ચીજવસ્તુઓ અને સેવાઓ 74.9% સસ્તી છે. હવે આનાથી સસ્તુ શું હોઈ શકે!

3. કંબોડિયા

કંબોડિયા એક એવું શહેર પણ છે જ્યાં તમે ઓછા પૈસાથી જીવી શકો છો. વાર્ષિક ગ્લોબલ રિટાયરમેન્ટ ઈન્ડેક્સ એ રહેવા માટે સસ્તી જગ્યાઓની લિસ્ટમાં કમ્બોડિયાને 100 માંથી 100 નંબર આપ્યા છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં સ્થિત, કંબોડિયા તેના અંગકોર વટ મંદિરો માટે ખૂબ પ્રખ્યાત છે. અહીં રાજવી મહેલ, બીચ વગેરે હાજર છે.

એવું કહેવામાં આવે છે કે જો તમે નિવૃત્ત થયા છો, તો કંબોડિયા તમારા માટે યોગ્ય છે. અહીં તમે ઓછા બજેટમાં પણ સારી અને વૈભવી જીવન જીવી શકો છો. અહીં રહેવાનું ભાડું દર મહિને આશરે 20000/- છે અને એસી અને કેબલ ટીવી જેવી સુવિધાઓ સહિત દર મહિને ભાડુ 25000/- જેટલું હોય છે. અહીં તમે ઓછા પૈસામાં શ્રીમંત જીવન જીવી શકો છો.

4. વિયતનામ

વિયતનામ એક ખૂબ જ સુંદર દેશ છે જ્યાં પર્વતો, દરિયાકિનારા, ગાઢ જંગલો પ્રવાસીઓને આકર્ષે છે. અહીં તમે ખૂબ ઓછા પૈસા સાથે આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાવાળું જીવન જીવી શકો છો અને રહી શકો છો. વિયતનામના સૌથી મોટા શહેરો, દા નાંગ, નાહા ટ્રાંગ, વાંગ તાળ વગેરેમાં આ ભાવ વધુ ઘટતો જઈ રહ્યો છે.

અહીં, ફૂલ ફર્નિચર સાથેના એપાર્ટમેન્ટની કિંમત લગભગ 60000/- રૂપિયા સુધીની હશે. જો અહીં સ્થાનિક કરિયાણા અને સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, તો પછી દર મહિને ખૂબ ઓછા બજેટમાં સારી અને લક્ઝરી લાઇફ જીવી શકાય છે.

5. થાઇલેન્ડ

થાઇલેન્ડની સમૃદ્ધ સંસ્કૃતિ, ઉચ્ચ વર્ગની આરોગ્ય સેવાઓ અને રહેવા માટે સસ્તું ભાડુ લોકોને આકર્ષિત કરે છે. સસ્તા દેશોની યાદીમાં થાઇલેન્ડ ત્રીજા નંબરે છે. અહીંનું બીજું મોટું શહેર ચિયાંગ માઇ તો આખી દુનિયામાં ફેમસ છે ડિજિટલ વિશ્વ સાથે જોડાયેલા લોકો અને નિવૃત્ત લોકોમાં.

અહીં તમે ઓછા બજેટમાં પણ રિસોર્ટ જેવું જીવન જીવી શકો છો. અહીં તમે દર વર્ષે ફક્ત 35000/- રૂપિયામાં રતિ લન્ના રિસોર્ટ અને સ્પાના સભ્યપદ લઈ શકો છો. અહીં વિઝા, બસ સવારી, બીચ સવલતો, ઓછા ભાવો હોવા છતાં, બધી સુવિધાઓ ઉત્તમ છે. અહીંના નાઇટલાઇફ વિશે કહેવામાં આવે છે કે તમે ઓછા પૈસામાં લોસ એન્જલસની મજા લઇ શકો છો.

6. પેરુ

પેરુનો પણ ઘણા સસ્તા દેશોમાં સમાવેશ થાય છે. ઉપરાંત, વિઝા પરમિટ મેળવવી પણ અહીં ખૂબ સરળ છે. અહીં તમને 6 મહિનાના ટૂરિસ્ટ વિઝા મેળવી શકતા હતા, પરંતુ વર્ષ 2018 પછી તમે હવે પેરુમાં 365 દિવસમાંથી વધુમાં વધુ 183 દિવસ રહી શકો છો.

જો તમે અહીંયા થોડા સમય માટે રહેવા માંગો છો તો આ ખુબ સારી જગ્યા છે, પરંતુ લાંબા સમય સુધી રોકાવું હોય તો વિઝાને લઈને થોડી મુશ્કેલી પડી શકે છે. જો તમારે નિવૃત્તિ પછી અહીં સ્થાયી થવું હોય, તો તમારી પાસે 65-70 હજારની રૂપિયાની આવક હોવી જોઈએ. આ માટે તમારે થોડી કાગળની કાર્યવાહી કરવાની રહશે અને તે પછી તમે અહીં આરામથી રહી શકો છો.

7. બોલિવિયા

બોલિવિયામાં તમને જમવા માટે 80-90 રૂપિયામાં ભાત અને ફ્રાઈસ મળશે. સફેદ ઘરની જેમ બાંધવામાં આવેલા મકાન માટે, તમારે દર મહિને 35000/- રૂપિયા ચૂકવવા પડશે. જો તમે આવું જ મકાન અમેરિકામાં રાખો તો 1,40,000/- રૂપિયા આપવા પડે છે.

પરંતુ અહીં કાયમી રહેવા માટે તમારે ખૂબ કઠોર અને સખત કાગળની કાર્યવાહી માંથી પસાર થવું પડી શકે છે. જો તમને આ બધી વસ્તુઓ કરવાની ટેવ પડી જાય છે તો તમે 60000/- રૂપિયાથી પણ ઓછા રૂપિયામાં અહીં વૈભવી જીવન જીવી શકો છો. તે દક્ષિણ અમેરિકાના એક સસ્તા દેશોમાંનો એક છે. બોલિવિયાના સુક્રે સિટીમાં, તમે ઓછા પૈસામાં શાનદાર જીવન જીવી શકો છો.

8. પોર્ટુગલ

પોર્ટુગલનું લિસ્બન પણ પશ્ચિમ યુરોપના સૌથી સસ્તા સ્થળોમાંનું એક છે. રીઅલ એસ્ટેટની ટેક્સ સિસ્ટમ અને માપદંડની સુવિધા અહીં શ્રેષ્ઠ છે. અહીં સરળ બજેટમાં આરામદાયક જીવન જીવી શકાય છે. તમે પોર્ટુગલમાં એક મહિનાના 80,000/- ના બજેટમાં વૈભવી જીવન જીવી શકો છો.

આ પૈસામાં તમે ભાડા, ખોરાક, વીજળી, પાણી જેવી બધી સુવિધાઓ મેળવી શકશો. અહીં તમે 50-60 લાખમાં આશરે 540 સ્ક્વેર ફીટનું એપાર્ટમેન્ટ મેળવી શકો છો.

9. કોસ્ટા રિકા

કોસ્ટા રિકા એ મધ્ય અમેરિકાના સૌથી પ્રખ્યાત શહેરોમાંનું એક છે. મોટાભાગના અમેરિકનો અહીં રહેવા આવે છે. ત્યાંથી ફ્લાઇટ પકડીને અને ઓછા બજેટમાં અહીં આવીને લોકો વધુ સારી જીંદગી માણી શકે છે. તમે અહીં દર મહિને 20,000/- થી 56,000/- સુધીના ભાડા સાથે રહી શકો છો. સાથે, તમે કોઈપણ સ્થાનિક રેસ્ટોરન્ટમાં 150/- થી 200/- રૂપિયામાં તમારું પેટ ભરી શકો છો.

જ્યાં સુધી પરિવહન ખર્ચની વાત છે, તમે પ્રારંભિક ભાડા 40/- રૂપિયામાં સાથે અહીં મુસાફરી કરી શકો છો. આ એવા કેટલાક દેશો હતા જ્યાં તમે 65-70 હજારના બજેટમાં સારું વૈભવી જીવન સાથે જીવી શકો છો. જો તમારે ઓછા રૂપિયામાં વિદેશમાં સ્થાયી થવું હોય તો આ દેશોની લિસ્ટ પર નજર રાખો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments