Homeફિલ્મી વાતોયે રિશ્તા ક્યાં કહલાતા હે?: આજે થયા છે તેના 12 વર્ષ પુરા,જુઓ...

યે રિશ્તા ક્યાં કહલાતા હે?: આજે થયા છે તેના 12 વર્ષ પુરા,જુઓ કેવું હશે તેનું જશ્ન..

શિવાંગી જોશી અને મોહસીન ખાનની સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ 12 જાન્યુઆરીએ તેના 3300 એપિસોડ પુરા કરે છે.

ટેલિવિઝનની સૌથી પ્રખ્યાત સિરીયલોમાંની એક, ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’, 12 જાન્યુઆરીએ 12 વર્ષ પૂર્ણ કરશે, કોરોના વાયરસ મહામારીને કારણે થોડી હળવાશ સાથે, ઉજવણીની તૈયારી ચાલી રહી છે. આ સીરીયલના નિર્માતા રાજન શાહીએ કહ્યું હતું કે, “આ અમારા માટે ડબલ સેલિબ્રેશન બન્યુ છે.12 જાન્યુઆરીના રોજ યે રિશ્તા ક્યા કેહલતા હૈ ના 12 વર્ષ પૂરા થશે,સાથે આ શોના 3,300 એપિસોડ પણ પુરા થશે, જે હિન્દી શોમાં અત્યાર સુધીના સૌથી વધુ એપિસોડ છે. ”

શાહીએ ઉજવણી વિશે જણાવ્યું હતું કે, “કોરોના વાયરસની સાવચેતી રાખીને, અમે ઉજવણી કરીશું, તે થોડી હળવાશમાં ઉજવવામાં આવશે, ઉજવણી દરમિયાન ફક્ત મુખ્ય કલાકારો હાજર રહેશે. આપણે બધાં સવારે ‘હવન’ કરીશું અને ત્યારબાદ કેક કાપીશું. તમામ ટીમના લોકો નો આભાર, કારણ કે 3300 એપિસોડ બનાવવું એ કઈ સરળ કાર્ય નથી.”

જણાવીએ કે, સિરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈ 12 વર્ષ પહેલા હિના ખાન અને કરણ મેહરા સાથે શરૂ થઈ હતી, 8 વર્ષ સુધી હિના ખાને અક્ષરા સિંઘાનિયાની ભૂમિકા ભજવી હતી અને લોકોના હૃદયમાં રાજ કર્યું હતું, હિના ખાને શો છોડ્યા બાદ શિવાંગી જોશી અને મોહસીન ખાન શોના મુખ્ય અભિનેતા બન્યા. આ સમયે ચાલી રહેલા ટ્રેકમાં નાયરાની હત્યા થઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments