રેલ્વે-સ્ટેશન પર પીળા રંગના બોર્ડ પર જ સ્ટેશન નું નામ શા માટે લખવામાં આવે છે, જાણો તેની પાછળનું કારણ.

969

દેશની જીવનરેખા તરીકે ઓળખાતી ભારતીય રેલ્વે મા તમે એક સમયે અથવા બીજા સમયે મુસાફરી કરી હશે. જો તમે તે ન કર્યું હોય તો તમે ઓછામા ઓછા કેટલાક રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી જ હશે. તમે ત્યા જોયુ જ હશે કે રેલ્વે સ્ટેશનના નામ હંમેશા પીળા સાઇનબોર્ડ પર લખેલા હોય છે. પરંતુ કદાચ તમે ક્યારેય જાણવાનો પ્રયત્ન કર્યો કે આવુ કેમ કરવામા આવે છે? જો તમને રેલવે સ્ટેશના સાઇનબોર્ડના પીળા રંગ પાછળનુ કારણ ખબર હોય તો તે ખૂબ જ સારી બાબત છે અને જો તમને ખબર ન હોય તો હેરાન થવાની જરૂર નથી. આજે અમે આ સવાલનો જવાબ આપવાના છીએ.

પીળો રંગ મુખ્યત્વે સૂર્યની તેજસ્વી પ્રકાશ પર આધારિત છે. પીળા રંગ નું સીધુ જોડાણ સુખ, બુદ્ધિ અને શક્તિ સાથે સંકળાયેલ છે. ગીચ વિસ્તારોમા બાકીના રંગોની તુલનામા પીળા રંગના બેકગ્રાઉન્ડ સારી રીતે કાર્ય કરે છે. આ સિવાય આ રંગનો ઉપયોગ મોટાભાગે વાસ્તુશિલ્પ અને માનસિક પરિબળોને ધ્યાનમા રાખીને આ રંગનો ઉપયોગ કરવામા આવે છે.

પીળી પૃષ્ઠભૂમિ પર કળા રંગનુ લેખન સૌથી અસરકારક છે કારણ કે તેને દૂરથી સ્પષ્ટ જોઇ શકાય છે. જો તમે ક્યારેય ધ્યાન જોયુ હોય તો જાણવા મળશે કે રસ્તાઓ પરના ઘણા સાઇનબોર્ડ્સ પણ પીળા રંગના હોય છે જેના ઉપર કળા રંગથી લખવામા આવેલ હોય છે.

આ સિવાય ભયના સંકેતને જણાવવા માટે લાલ રંગના પૃષ્ઠભૂમિવાળા સાઇનબોર્ડ પર સફેદ અને પીળા રંગથી લખવામા આવે છે. લાલ રંગ ખૂબ તેજસ્વી છે જેના કારણે ભયને દુરથી ઓળખી શકાય. રસ્તાઓ ઉપરાંત લાલ રંગનો ઉપયોગ રેલ્વેમા થાય છે. આ સિવાય કારના પાછળના ભાગમા પણ લાલ લાઈટ લગાવવામા આવે છે જેથી પાછળથી આવતા અન્ય વાહનો તેને દૂરથી જોઈ શકે.

Previous articleફુલાવર સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયદાકારક, જાણો તેના 10 અદભુત ફાયદાઓ વિષે…
Next articleશું તમે જાણો છો કે, અળસી વાળને સુંદર અને મજબૂત બનાવવા માટે ખુબ જ ફાયદાકારક છે…