મહશુર યુટ્યુબર ‘કેરીમિનાટી’ અમિતાભ બચ્ચન અને અજય દેવગણની આ ફિલ્મથી કરશે બોલીવુડમાં ડેબ્યુ…

ફિલ્મી વાતો

હવે સમય આવી ગયો છે કે, લોકો ‘કેરીમિનાટી’ને ફક્ત એક યુટ્યુબર તરીકે નહીં, પણ એક અભિનેતા તરીકે પણ ઓળખશે. આવું એટલા માટે છે કારણ કે, કેરીમિનાટી એટલે કે ‘અજય નાગર’ને એક મોટી ફિલ્મમાં કિરદાર નિભાવવાની તક મળી છે. જી હા, કેરીમિનાટી હવે એક મોટા સ્ટાર અજય દેવગન અને છેલ્લી સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની સાથે તેની ફિલ્મ ‘મેડે’માં જોવા મળશે. આ ફિલ્મમાં કેરીમિનાટીને એક એવું કિરદાર મળ્યું છે કે, જેના માટે તેને કંઇક અલગ કરવાની જરૂર નહીં પડે, પરંતુ તે તેના અસલી સ્વરૂપમાં જ જોવા મળશે.

અજય દેવગને થોડા દિવસો પહેલા હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં ફિલ્મ ‘મેડે’ નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં અજય દેવગન મુખ્ય ભૂમિકા તો નિભાવશે જ, પરંતુ આ સાથે તે ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન પણ કરી રહ્યા છે. અજય દેવગન અને અમિતાભ બચ્ચન ઉપરાંત આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ, અંગિરા ધર અને આકાંશા સિંહ પણ મુખ્ય ભૂમિકા નિભાવશે. આટલા પરિચિત કલાકારો એક ફિલ્મમાં હોવા છતાં, યુટ્યુબની દુનિયામાં સનસનાટી મચાવી ચૂકેલા કેરીમિનાટી પણ આ ફિલ્મનો ભાગ બનશે.

કેરીમિનાટીએ એક ઈંટર્વ્યુમાં જણાવ્યું હતું કે, તેમના ભાઈ અને કાર્યકારી સાથી દિપકને ફિલ્મ ‘મેડે’ ના સહ નિર્માતા કુમાર માંગત પાઠકનો ફોન આવ્યો હતો. આ વાતચીત ઘણા લાંબા સમયથી ચાલી રહી છે અને અંતે, કેરીમિનાટીએ આ ફિલ્મમાં કિરદાર નિભાવવાની હા પાડી. કેરીમિનાટીને આ ફિલ્મમાં અંગે બે લાલચ છે.

એક, તો ફિલ્મમાં મળેલા પાત્રને ભજવવા માટે, તેને તેના પરિચિત શૈલીમાં જ રહેવું પડશે. બીજી એ કે કેરીમિનાટીને અજય દેવગન અને અમિતાભ બચ્ચન જેવા મહાન કલાકારો સાથે કામ કરવાની તક મળશે, જેનાથી તેમની કલા અને પ્રતિભા તો વધશે જ, પરંતુ તેની સાથે તેની ઓળખાણ પણ આપશે.

કેરીમિનાટી એટલે કે, અજય નાગર ઇન્ટરનેટ જગતમાં ખૂબ જ મહશુર છે. તે યુટ્યુબ પર કૈરીમિનાટી નામની એક ચેનલ ચલાવે છે, જેમાં તેનું કામ અન્ય લોકોના કામને રોસ્ટ કરવાનું છે. કેરીમિનાટી સૌથી વધારે ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે તેણે એક પ્રખ્યાત ટિક ટોકરને જોરશોરથી રોસ્ટ કર્યો.

યુટ્યુબે કેરીમિનાટીને આ કામને તેના નિયમોના ઉલ્લંઘન તરીકે બતાવ્યું તેથી તે વિડિઓને પ્લેફોર્મથી દૂર કરી દોઢો. આ સિવાય અમિતાભ બચ્ચન પણ સોશિયલ મીડિયા પર કેરીમિનાટીને લઈને એક પોસ્ટ શેર કરી હતી. એટલું જ નહીં, તેણે પોતાના મેજબાનીમાં ચાલતી રમતોને આધારે રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ 12’ માં કેરીમિનાટી વિશે એક સવાલ પણ પૂછ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *